Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.માં 18 કર્મીઓની રહેમરાહે નોકરી મામલે સરકાર લાલઘૂમ:30મીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તડાફડી બોલશે, 8 ભવનમાં કોન્ટ્રાક્ટ અધ્યાપકોની ભરતીમાં અધ્યક્ષોની મનમાની

    10 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30મી સપ્ટેમ્બરના મળનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તડાફડી બોલશે તે નક્કી છે કારણકે તેમાં રહેમરાહે નોકરી કરતા 18 કાયમી નોન ટીચીંગ કર્મચારીઓ પર લટકતી તલવાર છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લાલઘૂમ થઈ આ અંગેની તમામ ફાઇલો મંગાવવામાં આવી છે તે મુદ્દો ગાજશે. આ ઉપરાંત 29 માંથી 8 ભવનમાં કોન્ટ્રાક્ટ આધારિત જગ્યા પર ભરતી માટે પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી સિવાયના 6 ભવનમાં પ્રતિ માસ રૂ.40,000 માસિક પગારની જોગવાઈ છે. જોકે આ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કેન્દ્રીયકૃત કરવાને બદલે તેની સત્તા ભવન અધ્યક્ષોને આપી દેવાતા ભવનના હેડના માનીતાઓને સ્થાન મળ્યાનો આંતરિક રોસ જોવા મળી રહ્યો છે તો 14 નિવૃત સહિત 32 પ્રોફેસરોને સિનિયર પ્રોફેસરનું પ્રમોશન આપ્યાને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીના ફાર્મસી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સચિન પરમારની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે સીધી ભરતી થતા તેઓ એક માસનો પગાર આપી નોકરીમાંથી મુક્ત થયા. આ ઉપરાંત ડી. આર. એન્ટરપ્રાઇઝનો મેન પાવરનો કોન્ટ્રાક્ટ તા.01/09/2026 થી 31/08/2027 એમ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં 30 સપ્ટેમ્બરના બપોરે 12.30 વાગ્યે ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બંને મોડમાં યોજાશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પ્રભારી સચિવે આરોગ્ય, પોષણ, શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી:અધિકારીઓને રસીકરણ, પોષણ અને ડ્રોપઆઉટ ઘટાડવા માટે સૂચનાઓ અપાઈ
    Next Article
    અમરોલીમાં એમ.એન. જ્વેલર્સમાં ભીષણ આગ:13 સ્ટેશનની 15 ગાડીઓએ 1 કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી, લાખોના નુકસાનની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment