Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરોલીમાં એમ.એન. જ્વેલર્સમાં ભીષણ આગ:13 સ્ટેશનની 15 ગાડીઓએ 1 કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી, લાખોના નુકસાનની ભીતિ

    7 hours ago

    સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલા જાણીતા એમ.એન. જ્વેલર્સના શો-રૂમમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. 13 સ્ટેશનો પરથી 15 ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે કોલ મળતાની સાથે જ કતારગામ, અમરોલી સહિત શહેરના 13થી વધુ ફાયર સ્ટેશનો પરથી 15 જેટલી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. સાંકડા વિસ્તાર અને ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે જવાનોએ આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સોના અને ચાંદીના કિંમતી દાગીનાના નુકસાની આશંકા જ્વેલર્સમાં મોટા પ્રમાણમાં સોના અને ચાંદીના કિંમતી દાગીના તેમજ ફર્નિચર હોવાથી આ દુર્ઘટનામાં મોટા આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે, સમયસૂચકતાના પગલે મોટી જાનહાનિ ટળી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે, જોકે કોઈને સામાન્ય ઈજા થઈ છે કે કેમ તેની સ્પષ્ટતા હજુ બાકી છે. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ પ્રાથમિક અનુમાન મુજબ, દુકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ ફાયર વિભાગની વિગતવાર તપાસ બાદ જ બહાર આવશે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગ પ્રોસેસ હાથ ધરવામાં આવી છે અને નુકસાનીના આંકડાનો ચોક્કસ તાગ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં 18 કર્મીઓની રહેમરાહે નોકરી મામલે સરકાર લાલઘૂમ:30મીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તડાફડી બોલશે, 8 ભવનમાં કોન્ટ્રાક્ટ અધ્યાપકોની ભરતીમાં અધ્યક્ષોની મનમાની
    Next Article
    શાંતિમય માહોલમાં વિસર્જન સંપન્ન:વડોદરામાં 12 કૃત્રિમ મોડી રાત સુધી 25 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન, રાજવી પરિવારે ગણેશજીનું પેલેસના કુંડમાં જ વિસર્જન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment