Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં મંજૂરી વગર 18 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવતા 3:જાહેરનામાનો ભંગ કરવા બદલ મંડળના આયોજકો અને મૂર્તિ કલાકારો સામે ગુના દાખલ

    3 days ago

    નવસારીમાં આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને પ્રશાસને બહાર પાડેલા જાહેરનામાનો ભંગ થયો છે. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઊંચાઈની ગણેશ પ્રતિમાઓ બનાવવા બદલ નવસારી ટાઉન પોલીસે કાર્યવાહી કરી છે. શહેરમાં અલગ-અલગ જગ્યાએ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ મંડળના આયોજકો અને મૂર્તિ બનાવનારા કલાકારો સામે ગુના દાખલ કરાયા છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ રાહત કોલોની સામે, દશેરા ટેકરી પાસે 'વિઘ્નહર્તા યુવક મંડળ' દ્વારા 18 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશ પ્રતિમા બનાવવામાં આવી રહી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે આ મૂર્તિ 'રોહીત મૂર્તિ આર્ટ' ખાતે બની રહી હતી. કલેક્ટરના જાહેરનામાની મર્યાદાનો ભંગ થતો હોવાથી, મંડળના આયોજક પરેશભાઈ હરીશભાઈ રાઠોડ અને મૂર્તિ બનાવનાર સુરેશભાઈ પ્રભુભાઈ બોરડીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ જ વિસ્તારમાં 'આમલીયા વિઘ્નહર્તા યુવક મંડળ' દ્વારા પણ મંજૂર મર્યાદા કરતાં ઊંચી મૂર્તિ બનાવાઈ હતી. આયોજક ચિરાગ હરીશભાઈ પટેલ અને 'આઈ.કે. મૂર્તિ આર્ટ'ના સંજય કિશનભાઈ પટેલ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. બીજા એક કિસ્સામાં, નવસારી શહેરના સિંધી કેમ્પ, પ્રીતમનગર સામે ચેકિંગ દરમિયાન પોલીસે 15 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા શોધી કાઢી હતી. આ મંડળના આયોજક કમલેશભાઈ શંકરભાઈ રાઠોડ અને ગાંધી ફાટક પાસે 'સીવીમ મૂર્તિ આર્ટ' ચલાવતા મૂર્તિ બનાવનાર આનંદ દાસ સામે પણ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ તમામ કેસોમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જયેશભાઈ વિજયભાઈ વધુ તપાસ કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે જાહેર શાંતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા અપાયેલી માર્ગદર્શિકા અને જાહેરનામાનું પાલન કરવું તમામ આયોજકો માટે ફરજિયાત છે.
    Click here to Read More
    Previous Article
    ભૂવો રિપેર કરવામાં ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન:નગરપાલિકા તંત્ર સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન; ચીફ ઓફિસરે તંત્રને બદનામ કરવાનો આક્ષેપ કર્યો
    Next Article
    GETCOના પૂર્વ એપ્રેન્ટિસનું ભરતીને લઈ આંદોલન:ગુજરાતભરમાંથી 200થી 300 ઉમેદવારો જોડાયા, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment