Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GETCOના પૂર્વ એપ્રેન્ટિસનું ભરતીને લઈ આંદોલન:ગુજરાતભરમાંથી 200થી 300 ઉમેદવારો જોડાયા, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરવા માંગ

    3 days ago

    વડોદરામાં GETCOના પૂર્વ એપ્રેન્ટિસે ભરતી 2026ને લઈ આજે આંદોલન શરૂ કર્યું છે. ગુજરાતભરમાંથી 200થી 300 ઉમેદવારો આંદોલનમાં જોડાયા છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને ન્યાય આપવાની માંગ સાથે બેનરો સાથે વિરોધ કરી રહ્યા છે. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરવા રજૂઆત કરી છે. GETCOના પૂર્વ એપ્રેન્ટિસનું ભવિષ્ય સુરક્ષિત કરવાની અને 2023ની GETCOની 8000 ભરતીના વાયદા પણ પૂરા કરવાની માંગ કરી રહ્યા છે. ડીસાથી આવેલા યુવા આંદોલનકારી વિક્રમ એદૈલિયાએ મીડિયા સમક્ષ વીજ કંપનીઓમાં ચાલી રહેલા ખાનગીકરણ અને આઉટસોર્સિંગ સામે સખત વાંધો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્ય માંગ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવાની છે. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 2023ના આંદોલન સમયે GETCOના અધિકારીઓએ 8000થી વધુ નવી જગ્યાઓ પર ભરતી કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ વર્તમાનમાં માત્ર 271 જગ્યાઓનો જ પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે જે અત્યંત અસંતોષકારક છે. વધુમાં તેમણે માંગ કરી છે કે યુવાનો માટે ભરતીની પ્રક્રિયા મોટા પાયે કરવામાં આવે જેથી બેરોજગારી દૂર થઈ શકે. જો તંત્ર દ્વારા તેમની આ મહત્વપૂર્ણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને યોગ્ય નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં મજબૂર થઈને ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં મંજૂરી વગર 18 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવતા 3:જાહેરનામાનો ભંગ કરવા બદલ મંડળના આયોજકો અને મૂર્તિ કલાકારો સામે ગુના દાખલ
    Next Article
    India ODI Squad For West Indies Series Announcement LIVE: Ajit Agarkar In Final Selection Meeting, Suspense Over Rohit Sharma's Future

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment