Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂવો રિપેર કરવામાં ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન:નગરપાલિકા તંત્ર સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન; ચીફ ઓફિસરે તંત્રને બદનામ કરવાનો આક્ષેપ કર્યો

    3 days ago

    પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પડેલા ભુવાના મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થોડા દિવસો અગાઉ આ ભુવામાં ચાણસ્મા-પાટણ રૂટની બસ ખાબકી હતી. ઘટના બાદ એક સપ્તાહ વીતી જવા છતાં ધીમી કામગીરીના આક્ષેપ સાથે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી ભુવો વહેલી તકે પૂરવાની માગ કરી હતી. બીજી તરફ પાલિકા ચીફ ઓફિસરે કાયમી ઉકેલ માટે કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું. ભુવાના કારણે વાહનચાલકો ભારે પરેશાન બગવાડા દરવાજા પાસે મોટો ભુવો પડવાના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ક્રેન અને ભારે મહેનત બાદ ભુવામાં ફસાયેલી બસને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માત બાદ નગરપાલિકા દ્વારા રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ગતિ ધીમી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસ કાર્યકરોનો પાલિકા સામે વિરોધ કામગીરી વિલંબિત થતાં કોંગ્રેસના કાર્યકરોએ સ્થળ પર એકઠા થઈને નગરપાલિકા તંત્ર સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ પાલિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને જનતાની હાલાકી દૂર કરવા રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તંત્રની બેદરકારીના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે અને ભુવો વહેલી તકે પૂરોવો જોઈએ. ચીફ ઓફિસરની રાજકીય આક્ષેપો પર સ્પષ્ટતા કોંગ્રેસના વિરોધ સામે પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે વિરોધ પક્ષ તંત્રને બદનામ કરવાનો અને લોકોને ખોટા માર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2017 માં પણ આ જગ્યાએ ભુવો પડવાની ઘટના બની હતી. સામાન્ય રીતે ભુવો પૂરવો 2 થી 4 કલાકનું કામ છે, પરંતુ કાયમી નિવારણ જરૂરી છે. લીકેજ શોધવા હિટાચી મશીનથી કામગીરી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વર્ષ 1974 માં નાખવામાં આવેલી પાઇપલાઇનમાં 20 થી 25 ફૂટ ઊંડાણે લીકેજ છે. સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે હિટાચી મશીન વડે મૂળ સુધી જઈને કામગીરી હાથ ધરાઈ છે. લીકેજ વધુ ઊંડું હોવાથી આ સમારકામ પૂર્ણ થવામાં 15 દિવસથી 1 મહિના જેટલો સમય લાગી શકે છે.
    Click here to Read More
    Previous Article
    નકલી પાસપોર્ટ સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો:હરિકેશ પટેલનો પાસપોર્ટ EDના કેસમાં જમા છે, ATS દ્વારા ધરપકડ
    Next Article
    નવસારીમાં મંજૂરી વગર 18 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવતા 3:જાહેરનામાનો ભંગ કરવા બદલ મંડળના આયોજકો અને મૂર્તિ કલાકારો સામે ગુના દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment