Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર સામે મોરચો:પડતર માંગણીઓ મુદ્દે 18થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ મુકી કામથી અળગા રહેવાનું આંગણવાડી કર્મચારીનું એલાન

    1 week ago

    ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વર્ષોથી પડતર રહેલી માંગણીઓના નિકાલ માટે સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે. સંગઠન દ્વારા તમામ પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓને લેખિત જાણ કરીને તા. 18થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ મૂકી કામથી અળગા રહેવાનું એલાન કરવામાં આવ્યું છે. 19 માર્ચે મોટાભાગની આંગણવાડી બંધ રહી હતી. જેને લઇ નાના બાળકો પોષણક્ષમ આહારથી વંચિત રહ્યાં હતા. સરકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી, લોકશાહી ઢબે વિરોધ નોંધાવવા માટે આગામી ત્રણ દિવસ આંગણવાડીઓ બંધ રખાશે. સંગઠને તંત્રને વિનંતી કરી છે કે આ દિવસો દરમિયાન નાસ્તો કે દૂધનો પુરવઠો મોકલવો નહીં અને આ ન્યાયી લડતમાં કર્મચારીઓ પર કોઈ પણ પ્રકારનું અન્યાયી દબાણ કરવું નહીં. હાઇકોર્ટના ચૂકાદાનું પાલન અને મોબાઇલનું વચન પૂરું થયું નથી આંગણવાડી વર્કરો અને હેલ્પરો પોતાના નજીવા પગારમાંથી બાળકોના પોષણ આહારનો ખર્ચ ભોગવી રહ્યાં છે. વર્ષ 2018-19ના જૂના ભાવો મુજબ ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં, મોંઘવારીના આ સમયમાં કાર્યકરોએ કિસ્સાના પૈસા ખર્ચીને બાળકોને ભૂખ્યા રહેવા દીધા નથી. વધુમાં, વર્ષ 2022થી નવા મોબાઈલ આપવાના વચન છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી, જેના કારણે કાર્યકરોએ પોતાના અંગત મોબાઈલથી સરકારી એપ્લિકેશન ચલાવવી પડે છે. > શકુંતલા ઠાકોર, પ્રમુખ, નવસારી આંગણવાડી સંગઠન જિલ્લામાં આંગણવાડીના બેમાંથી એક સંગઠન હડતાળથી અળગા નવસારી જિલ્લામાં આંગણવાડી સંગઠન બે જૂથમાં વહેંચાયેલી છે. જેમાં 1330માંથી 900 જેટલા આંગણવાડી વર્કરો કર્મચારી સંગઠન સાથે જોડાયેલા છે. તો 430 જેટલી આંગણવાડી જેમાં જલાલપોરના-2 સેજા અને ગણદેવી-1 સેજા વાળી મજૂર સંઘ સાથે જોડાયેલી છે.જેમાં કર્મચારી સંઘઠન સાથે જોડાયેલ હોય વર્કરો બીજા દિવસે અળગા રહ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    રોજગાર:બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટના 14 વિદ્યાર્થીને રૂ.17.22 લાખ વાર્ષિક જોબ પેકેજની ઓફર
    Next Article
    કોમર્શિયલ સિલિન્ડરની પળોજળ:કોમર્શિયલ સિલિન્ડર નહીં મળે તો હવે મેનુમાં 15% ભાવ વધવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment