Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18-19 વર્ષના યુવાનો માટે મતદાર યાદીમાં નામ ઉમેરવાની ખાસ તક:ઓક્ટોબર-નવેમ્બરમાં ચાર ખાસ રવિવારે મતદાન મથકો પર કેમ્પ યોજાશે

    6 hours ago

    ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત 18-19 વર્ષના નવા પાત્ર યુવા મતદારો અને મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય તેવા નાગરિકો માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને આ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખાસ ઝુંબેશ દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા ઉપરાંત નાગરિકોને મતદાર તરીકે નોંધણી અંગે જાગૃત કરવામાં આવશે. ચાર રવિવારે મતદાન મથકો પર ખાસ કેમ્પ નાગરિકોની સુવિધા માટે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ચાર રવિવારે તમામ મતદાન મથકો પર સ્પેશિયલ કેમ્પેઈન ડેઝ યોજાશે. આ દિવસોમાં સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી નિયુક્ત અધિકારીઓ અને BLO મતદાન મથક પર હાજર રહી મતદાર યાદી સંબંધિત ફોર્મ અને દાવા-વાંધા સ્વીકારશે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જાગૃતિ અભિયાન ખાસ ઝુંબેશ અંતર્ગત મતદાર નોંધણી અધિકારીઓ ERO અને AERO દ્વારા વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં SVEEP પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બેનરો અને સ્થાનિક અખબારો સહિતના માધ્યમોથી વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવશે. મતદાર યાદીમાં નામ ઉમેરવા હવે ફોર્મ-6થી અરજી હાલની વ્યવસ્થા મુજબ Non-SIR હેઠળ મતદાર નોંધણી માટે 1980ના મતદાર યાદી નિયમો મુજબ ફોર્મ-6 ભરીને કોઈપણ પાત્ર વ્યક્તિ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકશે. સતત મોનિટરિંગ કરાશે ખાસ ઝુંબેશના દિવસોમાં કામગીરી સુચારુ રીતે થાય તે માટે સુપરવાઇઝર દ્વારા મતદાન મથકોની સતત મુલાકાત લેવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ERO અને AERO દ્વારા પણ રેગ્યુલર નિરીક્ષણ કરવામાં આવશે. ચૂંટણી તંત્રએ ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા અપીલ કરી છે. મતદાર યાદીમાં નામ હશે તો જ આગામી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    તાલાલા-ગીર ગઢડામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ:ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, 2થી 3 દિવસમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શક્યતા
    Next Article
    પ્રિ. એમ. સી. શાહ કોલેજનો ડંકો વાગ્યો:યુવક મહોત્સવમાં મર્યાદિત ખર્ચે 6 ઈનામો જીતી નવગુજરાત કેમ્પસમાં નવો ઇતિહાસ રચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment