Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ, AI અને ડ્રોન ટેકનોલોજીથી મોનિટરિંગ:સ્ટોલના ભાવમાં રૂ. 2000થી 12000 સુધીનો વધારો ઝીંકાયો, 20મીથી સ્ટોલ ફોર્મ મળશે

    3 days ago

    રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાનારા જન્માષ્ટમીના 5 દિવસીય ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. AI અને ડ્રોન ટેકનોલોજીથી મોનિટરિંગ કરાશે. આ મેળાના 228 સ્ટોલ અને પ્લોટ માટે આગામી 20 જુલાઈથી સોમવારથી તોરલ બિલ્ડીંગ, ઇન્ડિયન બેંક (કોર્ટ રોડ) ખાતેથી ફોર્મ વિતરણ શરૂ થશે, જે ફોર્મ ભરીને 28 જુલાઈ સુધીમાં ઇન્ડિયન બેંકમાં જ સબમિટ કરવાના રહેશે. સ્ટોલના ભાવમાં રૂ. 2000થી 12000 સુધીનો વધારો ઝીંકાયો છે. ફોર્મ વિતરણ માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુનની 3 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ મેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવશે. સ્ટોલના ભાવમાં રૂ. 2000થી 12000 સુધીનો વધારો ઝીંકાયો બીજી તરફ, તંત્ર દ્વારા આ વખતે પ્લોટ અને સ્ટોલના ભાવમાં રૂ. 2000થી લઈ 12000 સુધીનો તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેમાં ખાણીપીણીના સ્ટોલમાં રૂ. 2000થી 5000 અને રાઇડ્સના પ્લોટમાં રૂ. 5000થી 8000 સુધીનો વધારો કરાતાં વેપારીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. આ મામલે વેપારીઓ આગામી અઠવાડિયે રેસકોર્ષમાં બેઠક યોજશે. પ્રથમવાર AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા માટે આ વર્ષે પ્રથમવાર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મેળામાં 150 સિક્યુરીટી ગાર્ડ, હાઇ ડેફીનેશન CCTV કેમેરા, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, 14 મુખ્ય ટાવર, 36 સાઉન્ડ ટાવર અને 3 ખાસ વિશ્રામ ગૃહો તૈયાર કરાશે. આ સમગ્ર વ્યવસ્થા માટે 100થી વધુ રેવન્યુ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે. બેંકનું રૂ. 4 કરોડથી વધુનું લેણું વસૂલવા મિલકતનો કબજો લેવાયો રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 એ.એસ.ઝાંપડા તેમજ મામલતદાર રાજકોટ (પૂર્વ) એન.પી.અજમેરાની સૂચના મુજબ સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા ઘી સિક્યુરાઈઝેશન એક્ટ હેઠળ મિલકતનો ભૌતિક કબજો મેળવવામાં આવ્યો છે. આ મિલકતનો કબજો મેળવીને આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંક લી. ના અધિકૃત અધિકારીને સોંપવામાં આવ્યો છે. આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંક લી. દ્વારા મેસર્સ ઓકે મેચિંગ સેન્ટર, કલ્પેશ કાપડીયા, રામસિંગભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, પરેશભાઈ આર. કાપડીયા અને સુસીલાબેન આર. મકવાણા સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મિલકત તેમજ અન્ય બે મિલકતો ઉપર તારીખ 27 જુલાઈ, 2017 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. 4,03,37,926.73 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમ વસુલવા કલેકટર દ્વારા 7 જાન્યુઆરી, 2020ના રોજ સિક્યોર્ડ એસેટનો કબજો લેવાનો હુકમ કરાયો હતો. જેના અનુસંધાને નાયબ મામલતદાર એસ.એચ. મલેક દ્વારા તારીખ 22 જૂન 2026ના રોજ નોટિસ તૈયાર કરી બજવવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 16 જુલાઈ, 2026ના રોજ સંતકબીર રોડ ઉપર આવેલ "અનમોલ પેલેસ" સોસાયટીની રહેણાંક મિલકતનો કબજો મેળવી બેંકને સુપ્રત કરાયો છે. ઓખા - શકૂરબસ્તી ટ્રેનનો દિલ્હી કેન્ટ સ્ટેશનનો સ્ટોપ 13 ઓક્ટોબર સુધી રદ્દ કરાયો ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝન હેઠળના દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ હેતુસર 16 જુલાઈથી લઈને 13 ઓક્ટોબર, 2026 સુધી એટલે કે કુલ 90 દિવસ માટે પાવર અને ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે રેલવે તંત્ર દ્વારા આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બ્લોકની સીધી અસરને કારણે રાજકોટ ડિવિઝન પરથી દોડતી ટ્રેન સંખ્યા 09523 ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલનો દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન પરનો નિર્ધારિત સ્ટોપ તત્કાલ અસરથી આગામી 13 ઓક્ટોબર, 2026 સુધી અસ્થાયી ધોરણે રદ કરવામાં આવ્યો છે. ત્યારે તમામ મુસાફરો પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે રેલવે દ્વારા કરવામાં આવેલા આ ફેરફારની ખાસ નોંધ લે તેવી અપીલ પણ તેમણે કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના રવાપર ગામે 18 જુલાઈએ કિસાન સંમેલન યોજાશે:ખેડૂતોની એકતા માટે દરેક જ્ઞાતિના ખેડૂતોને જોડાવા નિલેશ એરવાડિયાનું આહ્વાન
    Next Article
    Gujarat to set up AI-driven ‘Observatory’ to tackle infra gaps, traffic & weather challenges in cities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment