Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગોમાં આધુનિક EPBX કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવાઈ:ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વચ્ચે આંતરિક સંદેશાવ્યવહારથી સારવારમાં થતો વિલંબ અટકાવી શકાશે

    4 days ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર સાથે જોડાયેલા તબીબો અને નર્સિંગ સ્ટાફ વચ્ચે પરસ્પર સંકલન વધારવા તેમજ કટોકટીના સમયે ઝડપી સંદેશાવ્યવહાર સ્થાપિત કરવાના ઉમદા હેતુથી સમગ્ર સિવિલ કેમ્પસને આધુનિક EPBX સિસ્ટમથી જોડવામાં આવ્યું છે. ઈ.તબીબી અધિક્ષક ડો.પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ તેમજ આર.એમ.ઓ. ડો. કેતન નાયક અને સિસ્ટમ મેનેજર વિરેન પટેલના ટેકનિકલ સુઝાવના આધારે સ્થાપિત આ કોમ્યુનિકેશન સિસ્ટમના કારણે દર્દીઓની ઝડપી સારવાર અને બહેતર સંકલન થઈ શકશે. 250 નોડ (ટેલિફોન કનેક્શન)ને આ આધુનિક સિસ્ટમથી સજ્જ કરાયા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વચ્ચે ઉભી થતી કોમ્યુનિકેશનને લગતી સમસ્યાઓના નિવારણ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઇમરજન્સી સેવાઓમાં મદદરૂપ થાય તેવા આશય સાથે સિવિલ કેમ્પસની તમામ મહત્વની બિલ્ડીંગોના મળી કુલ 250 જેટલા નોડ (ટેલિફોન કનેક્શન)ને આ આધુનિક સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે. જેમાં કિડની બિલ્ડીંગ, સ્ટેમસેલ બિલ્ડીંગ, ટ્રોમા સેન્ટર, ઓ.પી.ડી. બિલ્ડીંગ, સી.એસ.એસ.ડી., ઓક્સિજન ટેન્ક એરિયા, સેન્ટ્રલ મેડિકલ સ્ટોર બિલ્ડીંગ, જૂની મેડિકલ કોલેજ બિલ્ડીંગ, તબીબી અધિક્ષકની કચેરી, આર.એમ.ઓ. ઓફિસ બિલ્ડીંગ તેમજ ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજ બિલ્ડીંગ જેવી દર્દીઓની સારવાર સાથે સીધી સંકળાયેલી તમામ કચેરીઓ અને વોર્ડનો સમાવેશ થાય છે. આંતરિક સંદેશાવ્યવહારથી સારવારમાં થતો વિલંબ અટકાવી શકાશે આ આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ કાર્યરત થવાથી હોસ્પિટલના વિવિધ વિભાગના તજજ્ઞ ડોક્ટરો તેમજ વોર્ડ, ઓ.પી.ડી. અને ઓપરેશન થિયેટર (OT) માં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ વચ્ચે દર્દીઓની ગંભીર સારવાર કે ઓપરેશન દરમિયાન સલાહ-સૂચન મેળવવાનું અત્યંત સરળ બનશે. આ ઉપરાંત, હોસ્પિટલના સાધનોના તાત્કાલિક રિપેરિંગ તેમજ દવાઓ અને અન્ય તબીબી સંસાધનોની ત્વરિત જરૂરિયાત સંતોષવા માટેનો આંતરિક સંપર્ક પહેલાં કરતાં વધુ ઝડપી અને સુદ્રઢ બનશે એમ સિવિલના તબીબી અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    Just chill: Bihar unveils 2 AC lounges in Patna for gig workers
    Next Article
    મોરબીના રવાપર ગામે 18 જુલાઈએ કિસાન સંમેલન યોજાશે:ખેડૂતોની એકતા માટે દરેક જ્ઞાતિના ખેડૂતોને જોડાવા નિલેશ એરવાડિયાનું આહ્વાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment