Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્કોન ભાડજ દ્વારા ગુજરાતમાં 18 સ્થળોએ રથયાત્રાનું ભવ્ય આયોજન:ભાડજ અને સુપરસિટી સહિતના રહેણાંક વિસ્તારોમાં હરિનામ સંકીર્તન સાથે રથયાત્રા ફરી

    13 hours ago

    ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય આશીર્વાદ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના 18 વિવિધ સ્થળોએ શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનોખી પહેલ દ્વારા ભક્તો અને સામાન્ય નાગરિકોને પોતાના રહેણાંક વિસ્તારની નજીક જ ભગવાનના દિવ્ય દર્શન કરવાનો અને રથ ખેંચવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. ભાડજ અને સુપરસિટી સહિતના રહેણાંક વિસ્તારોમાં હરિનામ સંકીર્તન સાથે રથયાત્રા ફરી આ પહેલના ભાગરૂપે આજે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ નજીક આવેલા રહેણાંક વિસ્તારો, જેમાં સુપરસિટીનો પણ સમાવેશ થાય છે, ત્યાં ભગવાનની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. સુંદર રીતે શણગારાયેલા રથમાં બિરાજમાન ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તાર હરે કૃષ્ણ મહામંત્રના ગુંજતા સંકીર્તન, ભક્તિમય કીર્તન અને આનંદમય નૃત્યથી ભક્તિરસમાં તરબોળ થઈ ગયો હતો. શ્રીલ પ્રભુપાદના દિવ્ય સંકલ્પ સાથે રથયાત્રામાં મહાપ્રસાદનું વિતરણ કરાયું રથયાત્રા દરમિયાન ભગવાનનો મહાપ્રસાદ ઉદારતાપૂર્વક વિતરિત કરવામાં આવ્યો હતો. ઇસ્કોનના સ્થાપક-આચાર્ય પરમ પૂજ્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદના દિવ્ય સંકલ્પને અનુસરી આજે વિશ્વભરમાં ઇસ્કોન દ્વારા રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, કારણ કે રથયાત્રા ભગવાનની અપરંપાર કરુણાનું પ્રતીક છે. આ રથયાત્રાએ સમાજમાં શાંતિ, કરુણા, સૌહાર્દ અને વિશ્વબંધુત્વનો સંદેશ પ્રસરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કોહલીએ આવતાવેંત જ બાઉન્ડરી ફટકારવાનું શરૂ કર્યું:ટ્રેડમાર્ક ઓન-ડ્રાઇવ અને કવર ડ્રાઇવ મારી; કેપ્ટન શુભમન 31 રન બનાવીને આઉટ
    Next Article
    સેલવાસમાં બે સ્થળેથી જગન્નાથની રથયાત્રા નીકળી:હજારો ભાવિકો જોડાયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment