Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેલવાસમાં બે સ્થળેથી જગન્નાથની રથયાત્રા નીકળી:હજારો ભાવિકો જોડાયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    14 hours ago

    સેલવાસમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની બે અલગ-અલગ રથયાત્રાઓ યોજાઈ હતી. દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાં આયોજિત આ રથયાત્રાઓમાં હજારો ભાવિકો જોડાયા હતા. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે મહાનુભાવો દ્વારા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. 'જય જગન્નાથ'ના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. પ્રથમ રથયાત્રા જલારામ મંદિર, બાવીસા ફળિયા સ્થિત જગન્નાથ સેવા સમિતિ દ્વારા આયોજિત કરાઈ હતી, જ્યારે બીજી રથયાત્રા બાલદેવી જગન્નાથ કલ્ચરલ સમિતિ દ્વારા નીકળી હતી. બાવીસા ફળિયાથી શરૂ થયેલી પ્રથમ રથયાત્રા કિલવણી નાકા, ઝંડા ચોક, આમલી અને ગાયત્રી મંદિર સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. આ યાત્રા નરોલી રોડ સ્થિત ગુલમોહર હોલ પહોંચી હતી, જ્યાં સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, બાલદેવીથી નીકળેલી રથયાત્રા રામદેવ મંદિર હોલ ખાતે પહોંચી હતી. અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રની મૂર્તિઓને ફરી બાલદેવી મંદિરમાં પધરાવવામાં આવી હતી. રથયાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વરસાદે વિરામ લેતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન ભાડજ દ્વારા ગુજરાતમાં 18 સ્થળોએ રથયાત્રાનું ભવ્ય આયોજન:ભાડજ અને સુપરસિટી સહિતના રહેણાંક વિસ્તારોમાં હરિનામ સંકીર્તન સાથે રથયાત્રા ફરી
    Next Article
    7 जून को चंपत राय ने क्यों बोला झूठ, सवाल करने वाले राम विरोधी कैसे हो गए?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment