Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકર વિદ્યાલયમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:179 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ મહત્વની માહિતી મેળવી.

    2 days ago

    વસ્ત્રાલની શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આશીર્વાદ ફાઉન્ડેશન અને શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ની કુલ 179 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સત્ર દરમિયાન વિદ્યાર્થીનીઓને બ્રેસ્ટ કેન્સર સંબંધિત તમામ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમને ભારત, ગુજરાત અને અમદાવાદના કેન્સરના આંકડાઓ વિશે પણ માહિતગાર કરાયા હતા. કાર્યક્રમમાં મુખ્યત્વે જાત તપાસ (Self-examination) કઈ રીતે કરવી, યોગ્ય જીવનશૈલી અપનાવવા સંબંધિત માહિતી, વય સાથે કયા તબીબી રિપોર્ટ કરાવવા જરૂરી છે, તેમજ એચપીવી (HPV) રસીકરણ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આશીર્વાદ ફાઉન્ડેશન વતી અર્ચનાબેન સોમાણીએ વિદ્યાર્થીનીઓને સરળ ભાષામાં ઉપરોક્ત તમામ વિષયો સમજાવ્યા હતા. શાળાના આચાર્ય સિધ્ધાર્થ પ્રજાપતિના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ ઉપયોગી જાગૃતિ કાર્યક્રમ સફળ રહ્યો હતો. શાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ: ઓનલાઈન ક્વિઝનું આયોજન:રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ, વાલીઆના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા
    Next Article
    ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસમાં રિવાબા ચુડાસમા ડબલ ચેમ્પિયન:નૈમિષારણ્ય સ્કૂલની વિદ્યાર્થીનીએ અંડર-11 અને અંડર-13માં ગોલ્ડ ટ્રોફી જીતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment