Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસમાં રિવાબા ચુડાસમા ડબલ ચેમ્પિયન:નૈમિષારણ્ય સ્કૂલની વિદ્યાર્થીનીએ અંડર-11 અને અંડર-13માં ગોલ્ડ ટ્રોફી જીતી

    2 days ago

    ભાવનગર ખાતે યોજાયેલી ઓપન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં નૈમિષારણ્ય સ્કૂલની ધોરણ-5ની વિદ્યાર્થીની રિવાબા ચુડાસમાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અન્ડર-11 અને અન્ડર-13 એમ બંને વયજૂથમાં ચેમ્પિયન બની ગોલ્ડ ટ્રોફી પોતાના નામે કરી હતી. રિવાબાએ આ ટુર્નામેન્ટમાં ડબલ ચેમ્પિયન બનીને શાળા અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેની આ સિદ્ધિ સતત મહેનત, નિયમિત તાલીમ, આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેની સમર્પિત ભાવનાનું પરિણામ છે. રિવાબાની આ ઉત્કૃષ્ટ સફળતાથી નૈમિષારણ્ય સ્કૂલ, વાલીઓ અને સમગ્ર ભાવનગર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ છે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકમંડળ અને સમગ્ર સ્ટાફે તેને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શાળા પરિવારે રિવાબાને આગામી રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને વધુ સફળતાઓ પ્રાપ્ત કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. નૈમિષારણ્ય સ્કૂલ રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપી તેમની સર્વાંગી પ્રતિભાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    શંકર વિદ્યાલયમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:179 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ મહત્વની માહિતી મેળવી.
    Next Article
    15 વર્ષની સગીરા સાથે છેડતી કરનાર આરોપીને 5 વર્ષની કેદ:પીડિતાને 2 લાખનું વળતર પણ ચૂકવવા ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment