Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષની સગીરા સાથે છેડતી કરનાર આરોપીને 5 વર્ષની કેદ:પીડિતાને 2 લાખનું વળતર પણ ચૂકવવા ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટનો હુકમ

    2 days ago

    ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરાની ઈજ્જત લેવાનો પ્રયાસ કરનાર આરોપી બિપીનભાઈ મોહનભાઈ સોલંકીને કોર્ટે 5 વર્ષની સખત કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત પીડિતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બે લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. સગીરાને ઘરે બોલાવી અડપલાં કર્યા હતા આ કેસની વિગતો એવી છે કે, ડભોડા પોલીસ સ્ટેશનમાં 27 સપ્ટેમ્બર 2023ના ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ લીંબડિયા ગામ ઈન્દિરા આવાસના રહેવાસી બિપીનભાઈ સોલંકીએ 15 વર્ષની સગીરાને ઘરે બોલાવી હાથ પકડીને બાથમાં લઈને તેની સાથે અડપલાં કરી ગંભીર ગુનો આચર્યો હતો. આ અંગે ડભોડા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ એમ.એસ. રાણાએ ગુનો નોધી તપાસના અંતે કેસનું ચાર્જશીટ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો. જેની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલો કરતા કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, આરોપી પીડિતાની સગીર વય જાણતો હોવા છતાં તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. સમાજમાં આવા ગુનાઓ અવારનવાર બને છે. તેથી આરોપીને મહત્તમ સજા અને દંડ થવો જોઈએ જેથી સમાજમાં દાખલો બેસે અને અન્ય લોકો પણ આવા ગુના કરતા અટકે. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 5 વર્ષની કેદની સજા ફટકારી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી બિપીનભાઈ ઉર્ફે સચીનભાઈ મોહનભાઈ સોલંકીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ 15 દિવસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત ન્યાયના હિતમાં કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભોગ બનનાર સગીરાને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસમાં રિવાબા ચુડાસમા ડબલ ચેમ્પિયન:નૈમિષારણ્ય સ્કૂલની વિદ્યાર્થીનીએ અંડર-11 અને અંડર-13માં ગોલ્ડ ટ્રોફી જીતી
    Next Article
    એ વન ઝેવિયર્સ સ્કૂલ નરોડામાં GST, CA Day ઉજવાયો:વિદ્યાર્થીઓમાં કરજાગૃતિ અને નાણાકીય સાક્ષરતા વિકસાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment