Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ: ઓનલાઈન ક્વિઝનું આયોજન:રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ, વાલીઆના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા

    2 days ago

    વાલીઆની રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 29 જૂન, 2026ના રોજ 'નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે ઓનલાઈન ક્વિઝ – ૨2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં કોલેજની 27 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતના મહાન આંકડાશાસ્ત્રી અને 'ભારતીય આંકડાશાસ્ત્રના પિતા' તરીકે જાણીતા પ્રોફેસર પી.સી. મહાલનોબિસની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 29 જૂનના રોજ રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને ક્વિઝનું આયોજન કરાયું હતું. આ ક્વિઝનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આંકડાશાસ્ત્રના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો, પ્રોફેસર પી.સી. મહાલનોબિસના યોગદાનથી પરિચિત કરાવવાનો તથા ડેટા આધારિત વિચારસરણી વિકસાવવાનો હતો. ક્વિઝમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ, પ્રોફેસર પી.સી. મહાલનોબિસ, ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થા (ISI), વસ્તી ગણતરી, આંકડાશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને ડેટાના ઉપયોગ સંબંધિત કુલ 10 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓએ ઓનલાઈન માધ્યમ દ્વારા ક્વિઝ પૂર્ણ કરી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને E-Certificate આપવામાં આવશે. આ ઑનલાઇન ક્વિઝનું આયોજન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા. ડૉ. દિલાવરખાન એન. પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં પોલીસની વિશેષ ટ્રાફિક ડ્રાઇવ:સગીર વાહનચાલકો સામે કાર્યવાહી, વાલીઓને જવાબદારી અંગે ચેતવણી અપાઈ
    Next Article
    શંકર વિદ્યાલયમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:179 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ મહત્વની માહિતી મેળવી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment