Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 17.86 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સોમનાથ-દ્વારકા હાઇવે પર 2,748 બોટલ દારૂ સાથે 22.86 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

    एक दिन पहले

    પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર પોલીસે સોમનાથ-દ્વારકા નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. પોલીસે શંકાસ્પદ પિકઅપ વાહનનો ફિલ્મી ઢબે પીછો કરીને આ કાર્યવાહી કરી હતી. પોલીસે 229 પેટી (2,748 બોટલ) વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ વાહન જપ્ત કર્યું છે. કુલ 22.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. સર્વેલન્સ સ્ટાફ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે કાળા કપડાથી ઢાંકેલું એક શંકાસ્પદ પિકઅપ વાહન દેખાયું. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે વાહન ભગાવ્યું હતું. જેથી પોલીસે પીછો કરીને વાહનને ઘેરી લીધું હતું. પોલીસને નજીક આવતી જોઈ ચાલક અને તેના સાથીઓ વાહન છોડી અંધારામાં ભાગી ગયા હતા. વાહનની તલાશી લેતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 229 પેટીઓ મળી આવી જેમાં કુલ 2,748 બોટલ દારૂ હતો. આ દારૂની કિંમત આશરે 17.86 લાખ રૂપિયા છે. 5 લાખ રૂપિયાનું પિકઅપ વાહન પણ જપ્ત કરાયું. કુલ 22.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. દારૂ ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો, તેની તપાસ ચાલી રહી છે. ફરાર ચાલક અને બૂટલેગરોને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ:AAPમાં ભંગાણ અને સુરત મનપામાં ખુરશી કાંડ, ભૂજ-ડીસા 38.6°C સાથે સૌથી ગરમ
    Next Article
    વેરાવળની મણિબહેન કોટક શાળામાં જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઈ:ચિત્ર, રંગોળી અને વકૃત્વ સ્પર્ધામાં ‘વિકસિત ભારત-2047’ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા બતાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment