Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ:AAPમાં ભંગાણ અને સુરત મનપામાં ખુરશી કાંડ, ભૂજ-ડીસા 38.6°C સાથે સૌથી ગરમ

    1 day ago

    મનપા વિપક્ષ નેતા માટે દિલ્હીથી નિરીક્ષક નિમ્યા અમદાવાદ-વડોદરા મનપામાં વિપક્ષ નેતા નક્કી કરવા પહેલીવાર કોંગ્રેસે દિલ્હીથી નિરીક્ષક નિમ્યા. 5 મહિનાથી અટકેલી નિમણૂક માટે AICCએ અમદાવાદ-વડોદરામાં અલગ-અલગ નિરીક્ષકની જવાબદારી સોંપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ સીએમ શંકરસિંહના નિવેદનથી વિવાદ પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના પાટીદાર, વાણિયા અને બ્રાહ્મણ સમાજ અંગેના નિવેદનથી વિવાદ, વિવિધ સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો. સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવી વાઘેલા પાસે માફીની માંગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપાની સામાન્ય સભામાં 'ખુરશી વિવાદ' સુરત મનપાની સામાન્ય સભામાં સિનિયર કોર્પોરેટરોને પાછળ બેસવામાં વિવાદ થયો... ગાંધીનગરથી બેઠક વ્યવસ્થા પર આદેશ છુટ્યા... મેયરે ખુરશી પાછળ લડવા કરતાં લોકોના કામ કરવા ટકોર કરી ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણી પહેલા આપના 100 કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા ગાંધીનગર મનપાની ચુંટણી પહેલા આપના 100 કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા ... 'આપ'ના પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત હતા ત્યારે ભાજપે ભંગાણ કર્યુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીર ગઢડામાં સૂતેલા બાળકને દીપડો ખેંચી ગયો ગીરગઢડામાં માતા-પિતા વચ્ચે સૂતેલા 3 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, જુવારના ખેતરમાંથી મૃતદેહ મળ્યો.ઘટનાના એક કલાકમાં વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કારમાં CNG ભરતાં સમયે જ સિલિન્ડર બ્લાસ્ટ કરજણ NH-48 પર CNG ભરતી વખતે કારની ગેસ ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ, કારના ફુરચે-ફુરચા ઉડ્યા. બે વાહનોને પણ નુકસાન.. કારમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરાના જમીન દલાલ સામે દુષ્કર્મની ફરિયાદ વડોદરામાં જમીન દલાલે ખોટી ઓળખ આપી યુવતીને ફસાવી દુષ્કર્મ કર્યાનો આક્ષેપ, બે વખત ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ. ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી આરોપીની બે કલાકમાં ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શિક્ષકને શાળામાં જ લાફા ઝીંકી દીધા મણિનગરની પ્રગતિ સ્કૂલના શિક્ષક પર નકલી ઈન્સ્ટાગ્રામ આઈડીથી વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ કરવાનો આક્ષેપ થયો. વિદ્યાર્થિનીના મિત્રએ શિક્ષકને માર માર્યો, સ્કૂલે શિક્ષકને ટર્મિનેટ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થીને ઢોર માર મારી નગ્ન હાલતમાં ફલેટમાં ફેંકી ગયા અમદાવાદના ઇસનપુરમાં 21 વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો, સારવાર દરમિયાન મોત. મિત્રને મળવા નીકળ્યા બાદ અજાણ્યા શખ્સોએ માર માર્યાની આશંકા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભૂજ-ડીસા 38.6°C સાથે સૌથી ગરમ ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની વિદાયની શક્યતા, હાલ વરસાદની કોઈ આગાહી નહીં. ભૂજ-ડીસા 38.6°C સાથે સૌથી ગરમ, ઓક્ટોબરમાં ગરમી વધવાની શક્યતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Employee 'Ghosted' By Own Company After Applying For Internal Posting: 'It's Horrible'
    Next Article
    પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 17.86 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સોમનાથ-દ્વારકા હાઇવે પર 2,748 બોટલ દારૂ સાથે 22.86 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment