Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં કેબલ ચોર ટોળકી પકડાઈ:1.76 લાખના મુદ્દામાલ સાથે 3 દબોચાયા, ઝૂંપડામાં રહી ચોરીને અંજામ આપતા

    1 week ago

    ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખ રોડ પર સાયોના હાઈસ્ટ રેસીડેન્સી સામેથી ચોરી થયેલા ઈન્ટરનેટ કેબલનો ભેદ ડભોડા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે લવારપુર બ્રીજ નજીક આવેલા ભંગારના વાડામાં દરોડો પાડીને ત્રણ રીઢા ચોરોને રૂ.1.76 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષામાં ચોરીનો કેબલ ભરીને તેને વેચવાની ફિરાકમાં દબોચાયા ગાંધીનગર ડભોડા પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચૌહાણની સર્વેલન્સ ટીમ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસ કર્મીઓને સંયુક્ત રીતે બાતમી માહિતી મળી હતી કે ચોક્કસ ઈસમો એક રિક્ષામાં ચોરીનો કેબલ ભરીને તેને વેચવાની ફિરાકમાં લવારપુર બ્રીજ પાસે આવેલા એક ભંગારના વાડામાં ભરાઈ બેઠા છે. ત્રણની પોલીસે કડકાઈથી પૂછતાછ કરીને ચોરીનું કબૂલ્યું આ બાતમી મળતા જ પોલીસે લવારપુરથી જેઠીપુરા જતા રોડ પર આવેલી સિમેન્ટના થાંભલા બનાવતી કંપનીની બાજુના વાડાને કોર્ડન કરી લીધો હતો. અને ત્યાં હાજર ત્રણ શંકાસ્પદ ઈસમોને કેબલ વાયરો સાથે ઝડપી પાડી કડકાઈથી પૂછતાછ હાથ ધરી હતી. જેના પગલે તેમણે પોતાના નામ આશારામ અમરતભાઈ ઠાકોર, મેવાજી બધાજી ઠાકોર અને લહેરુલાલ ભોમાજી ગુર્જર હોવાનું જણાવ્યું હતું. 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત આ અંગે સૂત્રોએ કહ્યું કે, ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,76,500 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્તીમાં રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડનો આશરે 80 મીટર લાંબો ઇન્ટરનેટ ફાઇબર કેબલ મળી આવ્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 80 હજાર છે. આ ઉપરાંત ચોરીના ગુનામાં વપરાયેલી રિક્ષા, મોબાઇલ અને 9 હજાર રોકડા મળી આવ્યા છે. ઝૂંપડામાં રહી ચોરીને અંજામ આપતા હતા આ ત્રણ આરોપીઓ પૈકી આશારામ ઠાકોર અને મેવાજી ઠાકોર મૂળ બનાસકાંઠાના ભાભર તાલુકાના મલીપુરા ગામના વતની છે અને હાલ ગાંધીનગરના વાસણા હડમતીયા ગામમાં કેનાલની બાજુમાં ઝૂંપડા બાંધીને રહે છે. જ્યારે ત્રીજો આરોપી લહેરુલાલ ગુર્જર મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલ તાલુકાનો વતની છે અને હાલ લવારપુર ચાર રસ્તા પાસે સિમેન્ટ ફેક્ટરી નજીકના ભંગારના વાડામાં જ રહેતો હતો. ટોળકી કિંમતી ચીજવસ્તુઓ અને સામાનની ચોરી કરીને વેંચી દેતા આ ત્રણેયની પ્રાથમિક પૂછપરછમાં તેમની ચોરી કરવાની ખાસ પદ્ધતિ સામે આવી છે. આ ટોળકી રસ્તા પર પડેલી કિંમતી ચીજવસ્તુઓ અને સામાનની ચોરી કરી તેને બજારમાં વેચી દેતા હતા.આશારામ ઠાકોરે કબૂલાત કરી છે કે આજથી આશરે એક મહિના પહેલાં તેણે તેના અન્ય એક સાગરીત કિરણ ઉર્ફે અપ્પુ ભંગી સાથે મળીને ઉવારસદ ગામની આસપાસના વિસ્તારમાંથી રાત્રિના સમયે એક વંડો કૂદીને લોખંડની સાત રીંગોની ચોરી પણ કરી હતી. હાલ આ ત્રણેયની વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં 27 જનજાતિ ગામોમાં પીએમ જનમન અભિયાનનો પ્રારંભ:આદિવાસી-જનજાતિ કેટેગરીના લોકોને આધારથી આયુષ્માન સુધીની તમામ સેવાઓ કેમ્પ મારફતે ઘર આંગણે મળશે
    Next Article
    પી.આઈ. બી.કે. ચાવડાની જૂનાગઢ એ.સી.બી.માં મહત્વની નિમણૂક.:જૂનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પી.આઈ.ની જૂનાગઢ એ.સી.બી.માં ધમાકેદાર વાપસી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment