Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પી.આઈ. બી.કે. ચાવડાની જૂનાગઢ એ.સી.બી.માં મહત્વની નિમણૂક.:જૂનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પી.આઈ.ની જૂનાગઢ એ.સી.બી.માં ધમાકેદાર વાપસી.

    1 सप्ताह पहले

    ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક ફેરબદલનો દોર ચાલી રહ્યો છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB) દ્વારા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના નવા આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીના આદેશ અંતર્ગત લાંબા સમયથી દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે પોતાની શ્રેષ્ઠ સેવાઓ આપી રહેલા પી.આઈ. બી.કે. ચાવડાની બદલી હવે જૂનાગઢ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. પી.આઈ. બી.કે. ચાવડા જૂનાગઢ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને ત્યાંના ગુનાખોરીના ટ્રેન્ડથી ખૂબ જ સારી રીતે વાકેફ છે. અગાઉ તેઓ જૂનાગઢ જિલ્લાના માળિયા, માંગરોળ, એ ડિવિઝન, કેશોદ અને વંથલી જેવા અતિ મહત્વના અને સંવેદનશીલ વિસ્તારોમાં સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. આ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું હતું, જેના કારણે જૂનાગઢની જનતા અને સ્થાનિક પોલીસ તંત્રમાં તેઓ જાણીતો ચહેરો છે. હવે એ.સી.બી.માં તેમની આ નિમણૂકથી ભ્રષ્ટાચારીઓ સામેની ઝુંબેશ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ​તેઓ દાહોદ ખાતેથી મુક્ત થઈને જૂનાગઢ ખાતે પોતાનો નવો ચાર્જ સંભાળવા સમયસર હાજર થશે. જૂનાગઢમાં અગાઉના તેમના બહોળા અનુભવનો લાભ હવે સીધો એ.સી.બી.ના વહીવટ અને ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીને મળશે. આ સમગ્ર બદલી પ્રક્રિયા અંતર્ગત રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે વડોદરા, પંચમહાલ, ગાંધીનગર અને કચ્છ ખાતે પણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટી ફેરફારો બાદ તમામ પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવીન જગ્યાઓ પર કાર્યભાર સંભાળીને કચેરીને અહેવાલ સોંપવા માટે પણ જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં કેબલ ચોર ટોળકી પકડાઈ:1.76 લાખના મુદ્દામાલ સાથે 3 દબોચાયા, ઝૂંપડામાં રહી ચોરીને અંજામ આપતા
    Next Article
    Monsoon 2026 Update LIVE | ચોમાસું ખેલ કરશે? જાણો આગાહી! | Rain | Keralam |IMD Weather Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment