Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ બાદ ઠંડક પ્રસરી:રાજકોટમાં લઘુતમ તાપમાન ગગડીને 17.6 ડિગ્રી, સૌરાષ્ટ્ર માટે હજુ 24 કલાક ભારે

    6 days ago

    સૌરાષ્ટ્રના આકાશમાં જાણે ઋતુઓનું મિશ્રણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે ગતરોજ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠાએ હાહાકાર મચાવ્યો હતો. ગત 19 માર્ચની રાત્રિએ ફૂંકાયેલા તેજ પવન અને કમોસમી વરસાદને કારણે શુક્રવારની સવારે રાજકોટવાસીઓએ માર્ચ મહિનામાં જાન્યુઆરી જેવો શિયાળો અનુભવ્યો હતો. શહેરનું લઘુતમ તાપમાન ગગડીને 17.6 ડિગ્રીએ પહોંચતા વહેલી સવારે ‘ગુલાબી ઠંડી’નો અહેસાસ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યના 72 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. રાજકોટમાં સવારના 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં 37.6 મીમી એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જેના પગલે શુક્રવારે તાપમાનમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. સવારે 8:30 કલાકે 21 ડિગ્રી, બપોરે 2:30 કલાકે પારો 31.4 ડિગ્રીએ પહોંચ્યો અને સાંજે 5:30 કલાકે 33.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી 24 કલાક સુધી રાજ્ય પર વરસાદી વાદળોની ઘાત તોળાઈ રહી છે. જોકે, આ સંકટ બાદ ધીમે-ધીમે વાતાવરણ ચોખ્ખું થશે અને તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો તોતિંગ વધારો જોવા મળશે. એટલે કે, રવિવારથી ફરી સૂર્યદેવ આકરા પાણીએ થશે અને ગરમીનો પારો ફરી 35 થી 37 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ વિષમ આબોહવાને કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. યાર્ડમાં 70-80 મણ મગફળી પાણીમાં તણાઈ : શેડમાં રાખેલો માલ ભીંજાયો સૌરાષ્ટ્રમાં અચાનક આવેલા તોફાની માવઠાએ ખેતરો અને માર્કેટયાર્ડને પણ અસર કરી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં એક ખેડૂત દ્વારા પાણી નિકાલની જગ્યાની નજીક મુકવામાં આવેલ 70થી 80 મણ મગફળીનો જથ્થો વરસાદી પાણીમાં તણાઈ ગયો હતો. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, માવઠાની આગાહી હોવા છતાં માલની યોગ્ય રીતે વ્યવસ્થા ન થતાં નુકસાન વધ્યું. આ ઉપરાંત, શેડ હેઠળ રાખવામાં આવેલ કૃષિ માલ પણ વરસાદના છાંટાના કારણે ભીંજાઈ ગયો હતો. વેપારીઓએ દુકાનોની બહાર મુકેલો 30 થી 40 ગુણી રાયડો પલળી ગયો હતો. જોકે તેની જવાબદારી વ્યક્તિગત ગણાય છે. હાલ પણ વાતાવરણ અસ્થિર હોવાથી ઘઉં, ધાણા, મેથી અને તુવેરની આવક બંધ જ રાખવામાં આવી છે. યાર્ડમાં બેદરકારી ભારે પડી વરસાદને કારણે ખેડૂતની મગફળી પાણીમાં તણાઇ જતા ભારે નુકસાન થયું છે. પરંતુ યાર્ડ દ્વારા તેમને આ નુકસાન થવા નહીં દેવાય અને તેની ભરપાઇ કરી દેવામાં આવશે. > જયેશ બોઘરા, ચેરમેન, માર્કેટિંગ યાર્ડ, રાજકોટ
    Click here to Read More
    Previous Article
    સાઇબર ઠગાઈ:RTOના નામે લિંક આવી, ક્લિક કરતાં જ વૃદ્ધ દંપતીના રૂ. 10.66 લાખ ઉપડી ગયા
    Next Article
    સાઇબર ઠગ ઝડપાયો:20 હજાર રૂપિયાના કમિશન માટે સાઇબર ગઠિયાને બૅન્ક ખાતું ભાડે આપનાર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment