Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઇબર ઠગાઈ:RTOના નામે લિંક આવી, ક્લિક કરતાં જ વૃદ્ધ દંપતીના રૂ. 10.66 લાખ ઉપડી ગયા

    8 hours ago

    રાજકોટના કાલાવડ રોડ પર રહેતા 74 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી મોબાઈલમાં RTOના નામે લિંક મોકલવામાં આવી હતી. જે લિંક પર ક્લિક કરતાં જ વૃદ્ધ દંપતીના ખાતામાંથી રૂ.10.66 લાખ ઉપડી ગયા હતા. આ બનાવમાં કાલાવડ રોડ, વાઈટ હાઉસ 6 રોયલ પાર્કમાં રહેતા ચિરાગભાઈ બાબુલાલ ડેડકિયા (ઉં.વ.41)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ખાનગી કંપનીના સીઈઓ તરીકે નોકરી કરે છે. ચિરાગભાઈના પિતા બાબુલાલ અને માતા દિવ્યાબેનનું યશ બેંકનું ખાતું લિંક કરેલું છે. ગત તા.30 ડિસેમ્બરના રોજ તેમના વોટ્સએપ પર એક સંબંધીના નંબર પરથી ‘’RTO E-CHALAN.apk’’ નામની લિંક આવી હતી. વૃદ્ધે આ ફાઈલ ડાઉનલોડ કરતા જ ઠગોએ તેમના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. વૃદ્ધનો મોબાઈલ હેક કરી OTP અને કોલ ડાયવર્ટ કર્યા ઠગોએ વૃદ્ધનો મોબાઈલ હેક કરી તમામ મેસેજ અને કોલ પોતાના નંબર પર ફોરવર્ડ કરી દીધા હતા. બાબુલાલભાઈનો મોબાઈલ નંબર તેમના પત્ની દિવ્યાબેનના બેંક ખાતા સાથે લિંક હોવાથી ઠગોએ એક પછી એક 10 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. ટ્રાન્ઝેક્શનના OTP ઠગોના મોબાઈલ પર જતા હોવાથી વૃદ્ધને છેક સુધી ખબર ન પડી કે તેમનું ખાતું ખાલી થઈ રહ્યું છે. ફરિયાદીએ તાત્કાલિક 1930 હેલ્પલાઈન જાણ કરતા ગઠિયાએ કરેલા બે ટ્રાન્ઝેક્શન ફેલ થયા હતા, જેના કારણે રૂ.1.86 લાખ પરત મળી શક્યા છે. જોકે બાકીના રૂ.8.80 લાખ હજુ પણ ઠગોના કબજામાં છે.
    Click here to Read More
    Previous Article
    High-level committee meeting: Govt asks WhatsApp to block device IDs used in digital arrest scams
    Next Article
    વરસાદ બાદ ઠંડક પ્રસરી:રાજકોટમાં લઘુતમ તાપમાન ગગડીને 17.6 ડિગ્રી, સૌરાષ્ટ્ર માટે હજુ 24 કલાક ભારે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment