Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટર અકસ્માત કલેઈમ ટ્રિબ્યુનલનો ચુકાદો:મોતને ભેટનારા યુવકના વારસદારોને 17.58 લાખનું વળતર ચૂકવવા આદેશ

    1 day ago

    સરસ્વતી તાલુકાના કોઇટા યુવકનો વાણા ગામ નજીક માર્ગ અકસ્માતમાં થયેલા મોતના કેસમાં મોટર અકસ્માત કલેઈમ ટ્રિબ્યુનલે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે મૃતક ઠાકોર વિરમજી બચુજીના વારસદારોને કુલ રૂ. 17,58,200નું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો વીમા કંપની અને બાઈક માલિકને આદેશ કર્યો છે. આ કેસમાં મહત્વની બાબત એ રહી કે બાઈક ચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવા છતાં, અદાલતે વીમા કંપનીને પહેલા વળતર ચૂકવી દેવા અને બાદમાં તે રકમ માલિક પાસેથી વસૂલવાની સ્વતંત્રતા આપી છે. સરસ્વતી તાલુકાના વાણા ગામનો મેળો જોઇને 25/09/2023ના રોજ વિરમજી બચુજી રહે.કોઇટા પરત પગપાળા પરત ફરી રહ્યા હતા. આ સમયે જીજે-08-સીએફ-3971 નંબરના બાઈક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પિતા બચુજી તરસંગજી સહિતના વારસદારોએ રૂ. 30 લાખના વળતરની માંગણી સાથે પાટણ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન વીમા કંપનીએ લાયસન્સના અભાવે જવાબદારીમાંથી મુક્ત થવા દલીલ કરી હતી. જોકે, અરજદારોના એડવોકેટ બી.જી. ઠાકોરની દલીલો અને અલ્હાબાદ હાઈકોર્ટના તાજેતરના ચુકાદાઓને ધ્યાને રાખી,ન્યાયાધીશ પ્રશાંતકુમાર એચ. શેઠે પે એન્ડ રિકવરના સિદ્ધાંત મુજબ ચુકાદો આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહિલા સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા ખાસ આયોજન:પાટણના 53 ગામોની 6000 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કરવા અભિયાન શરૂ
    Next Article
    પાટણની એડિશનલ સિવિલ કોર્ટનો ચુકાદો:લોન ન ભરનારા ખેડૂત વારસદારો‎ પાસેથી રૂ. 8.70 લાખ વસૂલો: કોર્ટ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment