Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા ખાસ આયોજન:પાટણના 53 ગામોની 6000 મહિલાઓનું બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કરવા અભિયાન શરૂ

    1 day ago

    ​પાટણના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્તન કેન્સર સામે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા સ્તન કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને રણજીત ફાઉન્ડેશનના સહયોગથી બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 53 ગામોમાં પાંચ દિવસીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં અંદાજે 6000 મહિલાઓની નિઃશુલ્ક તપાસ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો શુભારંભ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ગાયનેકોલોજિસ્ટ ડો.નૈસર્ગી પટેલની ઉપસ્થિતિમાં કિમ્બુવા ગામ ખાતે થી કરવામાં આવ્યો હતો.​આ ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય સ્તરે મહિલાઓને તપાસ માટે પ્રોત્સાહિત કરવા દરેક ગામમાં સ્થાનિક કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ 7 મેના રોજ અડીયા,ડોડીવાડા અને શંખલપુરમાં,8 મેના રોજ કુણઘેર, બોરસણ અને ખારીધારીયાલ ખાતે તેમજ 9 મેના રોજ નિષ્ણાત ડોક્ટરોની ટીમ કલ્યાણા, સાતુસણા અને ભાન્ડુ ગામની મુલાકાત લઈ આધુનિક સાધનો દ્વારા સ્ક્રિનિંગ કરશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીનું શરૂઆતના તબક્કે જ નિદાન કરી મહિલાઓને સમયસર સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. જેથી કરીને કેન્સરના જોખમને ઘટાડી શકાય. પાટણ શહેર અને ગ્રામ્ય પંથકમાં સામાજિક સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલી આ આરોગ્યલક્ષી સેવાને સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે. પ્રમુખ સોહન પટેલે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત માત્ર સ્તન કેન્સરનું નિદાન નહિ પરંતુ જ્યાં જરૂર જણાય ત્યાં જરૂરી સારવાર પણ નિઃશુલ્ક કરાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આર્મીએ કહ્યું-100 પાકિસ્તાની જવાનોનો ખાત્મો બોલાવ્યો, સુવેન્દુએ PAની હત્યાનું કારણ બતાવ્યું, અલગ ખોડલધામનો પટેલોમાં અંદરોઅંદર ડખો
    Next Article
    મોટર અકસ્માત કલેઈમ ટ્રિબ્યુનલનો ચુકાદો:મોતને ભેટનારા યુવકના વારસદારોને 17.58 લાખનું વળતર ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment