Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 1.75 લાખ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવાયા:MGVCLનો 2026ના અંત સુધીમાં 8.20 લાખ વીજ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક

    15 hours ago

    વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન અવારનવાર વિરોધ વચ્ચે પણ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ તેની કામગીરી ચાલુ રાખી છે. અત્યાર સુધીમાં MGVCLએ શહેરમાં અંદાજે 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. શહેરમાં કુલ 8.20 લાખ વીજ ગ્રાહકો છે, જેમાંથી મોટા ભાગના ગ્રાહકોને સમજાવીને અને સમજૂતી આપીને જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સરકારી તમામ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. કંપનીનું આયોજન છે કે આ વર્ષના અંત સુધીમાં શહેરના તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરી દેવામાં તેવું આયોજન છે. જો કે, આ કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં ગ્રાહકો તરફથી વિરોધ થઈ રહ્યો છે. વીજ વપરાશનું વધુ ચોક્કસ મોનિટરિંગ થશે શહેરમાં કેટલાક ગ્રાહકોને અચાનક ઊંચા બિલ આવવા અને અન્ય તકલીફોની ફરિયાદો સામે આવી છે. MGVCLના અધિકારીઓનું કહેવું છે કે, સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે અને તેનાથી વીજ વપરાશનું વધુ ચોક્કસ મોનિટરિંગ થશે. 2026ના અંત સુધીમાં તમામ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક આ અંગે સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર પી એન થાનાવાલાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 8.20 લાખ ગ્રાહકો છે. અને પોણા બે લાખ જેટલા ગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટર એડવાન્સ ટેકનોલોજી વાળા છે, જેમાં ડેટા યોગ્ય રીતે જોઈ શકાય છે. ઘણીવાર ગ્રાહકોને નવા સ્માર્ટ મીટરને લઈ અસંતોષ હોય છે, તેવા ગ્રાહકોને અમે બાજુમાં અન્ય ચેક મીટર લગાવતા હોઈએ છે. અમારો ટાર્ગેટ રહેશે કે વર્ષ 2026 ના અંત સુધીમાં બધાજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લાગી જાય. ગ્રાહકોને જાગૃતતા લાવીને લગાવીએ છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રામનવમી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
    Next Article
    અમદાવાદના ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી:ભાજપ કાર્યકરની પત્નીએ સત્તાનો દુરુપયોગ કરી 1.53 કરોડનું સરકારી ભંડોળ પોતાના માટે વાપરી નાખ્યાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment