Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રામનવમી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

    14 hours ago

    હિંમતનગરમાં આવતીકાલે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે. આ પૂર્વે આજે સાંજે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં છાપરિયા વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં હિંમતનગર હેડ ક્વાર્ટરના DYSP પાયલ સોમેશ્વર, હિંમતનગર વિભાગીય કચેરીના DYSP એ.કે. પટેલ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસે હિંમતનગર શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ખાસ કરીને છાપરિયા વિસ્તાર, ન્યાય મંદિર, વણઝારાવાસ અને ઝાહીરાબાદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી આ પેટ્રોલિંગ યોજાયું હતું. રામનવમીની શોભાયાત્રા છાપરિયા રામજી મંદિરથી નીકળશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં રામનવમી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા પેટ્રોલિંગ કરાયું
    Next Article
    વડોદરામાં 1.75 લાખ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવાયા:MGVCLનો 2026ના અંત સુધીમાં 8.20 લાખ વીજ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment