Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી:ભાજપ કાર્યકરની પત્નીએ સત્તાનો દુરુપયોગ કરી 1.53 કરોડનું સરકારી ભંડોળ પોતાના માટે વાપરી નાખ્યાનો આરોપ

    14 hours ago

    અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ધામતવાણ ગામના ભાજપના કાર્યકરના પત્ની એવા પૂર્વ મહિલા સરપંચ અને પૂર્વ તલાટી કમ મંત્રી વિરુદ્ધ સત્તાના પોતાના દુરુપયોગ બદલ રૂ.1.55 કરોડની ગેરરીતિ મામલે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. પંચાયતના સ્વભંડોળની આવકમાં ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું હતું આ અંગેની વિગત એવી છે કે, દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ ગામમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તરીકે ભાજપના કાર્યકર એવા સંજય કુમાર પારેખના પત્ની રેખાબેન પારેખ સરપંચ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2022-23, 2023-24 તથા 2024-25ના નાણાકીય વર્ષમાં પંચાયતના સ્વભંડોળની આવકમાંથી (1) માટી પુરાણ હેડે થયેલો ખર્ચ (2) પાણી પુરવઠા/વાટા હેડે થયેલો ખર્ચ (3) ઉત્સવ ઉજવણી હેડે થયેલો ખર્ચ (3) પગાર હેડે થયેલા ખર્ચમાં નાણાકીય અનિયમિતતા કરી હોવાનું સામે આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા અમુક ખર્ચ બાબતે કોઇ ઠરાવ કે મંજૂરી નહોતી લીધી અમદાવાદ જિલ્લા અધિકારી દ્વારા સમગ્ર કૌભાંડ બાબતે તપાસ કરવામાં આવી હતી. આ કામોમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા ખર્ચ બાબતે કોઇ ઠરાવ કે તાંત્રિક મંજૂરી લેવામાં આવી નહોતી. ગ્રામ પંચાયત દ્વારા કોઇ રેકર્ડ નિભાવવામાં આવેલુ નહી. ગ્રામ પંચાયતના કર્મચારીઓને માસિક પગાર ચૂક્વણી તેમના બેંક એકાઉન્ટમાં કરવાની જગ્યાએ તમામનો પગાર ગામના વી.સી.ઇ ના નામે બેરર ચેકથી આકારવામાં આવતા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં બહાર આવ્યું હતું. 1.53 કરોડની સરકારી રકમને અંગત ઉપયોગમાં વાપરી નાખી સરપંચ રેખાબેન સંજયભાઇ પારેખ તથા તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલાના એકબીજાનાં મેળાપીપણાંથી પોતાના હોદ્દાની રૂએ મળેલ સત્તાનો દુરૂપયોગ કરી સરકારી પૈસા રૂ.1,55,23,420ની ગેરરીતિ કરી રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. સમગ્ર બાબતનું કૌભાંડ સામે આવ્યું હતું. કરોડો રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા હતા અને અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી વિધિ હતી આ સમગ્ર મામલે ગુજરાત ACBમાં અરજી પણ કરવામાં આવી હતી. આ બાબતે ગુજરાત ACBના અમદાવાદ ગ્રામ્ય ACBના પીઆઈ એન.એન. જાદવ દ્વારા પૂર્વ સરપંચ રેખાબેન પારેખ અને પૂર્વ તલાટી કમ મંત્રી વિરુદ્ધ સતાના દૂર ઉપયોગી કર્યા હોવા અંગેની ACBમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 1.75 લાખ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવાયા:MGVCLનો 2026ના અંત સુધીમાં 8.20 લાખ વીજ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક
    Next Article
    પાટીદાર યુવક UPSC પ્રિલિમ્સના એક પ્રશ્ર માટે જંગે ચડ્યો:હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ જવાબને ખોટો ગણાવ્યો, ફેલ ઉમેદવાર હવે મુખ્ય પરીક્ષામાં પાસ; ઈન્ટરવ્યુ આપી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment