Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ચોટીલામાં મહાઆરતી:174થી વધુ મુસાફરોના પ્રાણ બચાવનાર કેપ્ટન માટે પ્રાંત અધિકારીની હાજરીમાં વિશેષ પ્રાર્થના

    10 hours ago

    કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે ચોટીલા ચામુંડા ધામ ખાતે મહાઆરતી અને વિશેષ પ્રાર્થના કરવામાં આવી. તેમણે 174થી વધુ મુસાફરોના જીવ બચાવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયા હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના નિર્દેશ મુજબ, જિલ્લા વહીવટી તંત્ર અને ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા આ વિશેષ પૂજા અને મહાપ્રાર્થના યોજાઈ હતી. પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયાની હાજરીમાં કેપ્ટન સ્મિતની રક્ષા અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરાઈ. ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયા, મંદિરના પૂજારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ ભાવપૂર્વક મહાઆરતી કરી. કેપ્ટન સ્મિત વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરી દેશસેવામાં સક્રિય થાય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે તે માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરવામાં આવી, જેમાં ભક્તો પણ જોડાયા. જણાવી દઈએ કે, ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટના પાયલટ તરીકે કામ કરતી વખતે અચાનક થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે 174 મુસાફરોના જીવ બચાવ્યા હતા. મૂળ ગુજરાતના આ કેપ્ટને પોતાના સાહસથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકારે કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
    Click here to Read More
    Previous Article
    આજે રાજ્યભરમાં UPI પેમેન્ટ બંધ, MDR ચાર્જથી મુક્તિની માગ:રાજકોટ-વડોદરામાં વેપારીઓએ QR કોડ મશીન પર કાળું કપડું ઢાંક્યુ; ગાંધી જયંતિએ 'નો UPI ડે' જાહેર કર્યો
    Next Article
    જાપાનની બુલેટ ટ્રેનમાં પણ નથી તેવી સુવિધા આપણી વંદે ભારતમાં:સુરતની પહેલી વંદે ભારત રવાના, કેન્દ્રીય મંત્રીએ કહ્યું– જાપાનીઓ પણ આવીને વંદે ભારત ટ્રેન જુએ છે; વેપારીઓ અને મુસાફરો માટે ટ્રેન વરદાનરૂપ સાબિત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment