Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે રાજ્યભરમાં UPI પેમેન્ટ બંધ, MDR ચાર્જથી મુક્તિની માગ:રાજકોટ-વડોદરામાં વેપારીઓએ QR કોડ મશીન પર કાળું કપડું ઢાંક્યુ; ગાંધી જયંતિએ 'નો UPI ડે' જાહેર કર્યો

    15 hours ago

    જો તમે તમારા ખિસ્સામાં રોકડ રાખતા નથી અને ફક્ત UPIથી જ ચુકવણી કરો છો, તો આજે 2 ઓક્ટોબરે નહીં કરી શકો. કારણ કે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ આજે 'નો UPI ડે' મનાવવાની જાહેરાત કરી છે. એટલે કે, આજે કોઈ પણ વેપારી કે દુકાનદાર UPIથી ચુકવણી સ્વીકારશે નહીં. રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ QR કોડ મશીન પર કાળું કપડું ઢાંકી દીધુ છે. આ સાથે જ દુકાનો પર 'sorry for today no UPI'ના પોસ્ટર પણ લગાવ્યાં છે. દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટને સરળ બનાવતા UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 15 ઓક્ટોબર, 2026થી નવા નિયમો લાગુ થવાના છે. જેમાં પર્સન-ટુ-પર્સન અને 2,000 સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં. પરંતુ 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા અને કેપિટલ માર્કેટ-મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકાનો MDR નક્કી કરવામાં આવ્યો છે, જેનો વેપારી એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. QR કોડ મશીન પર કાળું કપડું ઢાંક્યું, રાજ્યના 600 ટ્રેડર્સ યુનિયનો વિરોધમાં અમદાવાદ સહિત રાજ્યના તમામ વેપારીઓ MDR ચાર્જથી મુક્તિ આપવાની માગ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાયા છે. ઓટો મોબાઈલ યુનિયન, મોબાઈલ યુનિયન, ઇલેક્ટ્રોનિક્સ યુનિયન, કાપડ માર્કેટ, જ્વેલરી માર્કેટના વેપારીઓ UPI ટ્રાન્જેક્શન નહી સ્વીકારે. એટલું જ નહીં ગાંધી જયંતીના દિવસે જ તમામ વેપારીઓ પોતાના QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકી દીધુ છે, હવે માત્ર રોકડથી વ્યાપાર કરશે. આજે અંદાજે 50 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર પડવાની સંભાવના છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે? મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે MDR, આ એવી ફી હોય છે જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઈન્ટ ઑફ સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચને પહોંચી વળવા માટે લેવામાં આવે છે. આ ચાર્જ વેપારીએ ચૂકવવાનો હોય છે, ગ્રાહકે નહીં.
    Click here to Read More
    Previous Article
    जब महात्मा गांधी के एक इशारे पर सरदार पटेल ने कांग्रेस अध्यक्ष पद छोड़ा और नेहरू बन गए प्रधानमंत्री, 80 साल पुरानी वो कहानी
    Next Article
    કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ચોટીલામાં મહાઆરતી:174થી વધુ મુસાફરોના પ્રાણ બચાવનાર કેપ્ટન માટે પ્રાંત અધિકારીની હાજરીમાં વિશેષ પ્રાર્થના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment