Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરા ઘસવાનું છોડી રત્નકલાકાર ડ્રગ્સ પેડલર બન્યો:રૂ. 17.39 લાખના ગાંજા સાથે જુનાગઢનો શખસ અડાજણથી ઝડપાયો, લોકેશનથી થતી હાઈટેક ડિલિવરી નેટવર્કનો પર્દાફાશ

    1 day ago

    સુરત અડાજણ વિસ્તારમાંથી જૂનાગઢના એક રત્નકલાકારને લાખોની કિંમતના પ્રતિબંધિત વિદેશી હાઇબ્રિડ ગાંજા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના ‘નો ડ્રગ્સ’ અભિયાન હેઠળ નશાના આ કાળા કારોબાર પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે, જેમાં વોટ્સએપ લોકેશન મોકલીને થતી હાઈટેક ડિલિવરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. SOG બાતમી મળી હતી કે, એક શખસ અડાજણ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી માટે આવવાનો છે. બાતમીના આધારે પોલીસે અડાજણના સરકસ રોડ પર આવેલા શિલાલેખ એપાર્ટમેન્ટના ગેટ સામે જાહેર રોડ પર ફિલ્ડિંગ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં પસાર થતા રવિરાજ મનસુખભાઇ મારવણીયા (ઉ.વ. 35, રહે. ફ્લેટ નં. A-604, બ્લુ કેન્ડલ, કોઝવે ચાર રસ્તા પાસે, ભરીમાતા રોડ, ચોકબજાર, સુરત)ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 497 ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 17,39,500/- જેટલી થાય છે. રત્નકલાકારમાંથી ડ્રગ્સ પેડલર બનવાની ચોંકાવનારી કહાની પકડાયેલો આરોપી રવિરાજ મારવણીયા મૂળ જૂનાગઢના માણાવદર તાલુકાના નાનડીયા ગામનો વતની છે અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, રવિરાજ લાંબા સમયથી હીરાના કારખાને નોકરી પર જતો નહોતો. તે કયા કારણોસર નોકરી પર નહોતો જતો અને ક્યારથી આ કાળા કારોબારમાં ધકેલાયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે, રવિરાજ પોતે પણ આ મોંઘા ડ્રગ્સ (ગાંજા)નું સેવન કરતો હોય તેમ જણાય છે અને પોતાના નશાની લત તેમજ ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે તે ડ્રગ્સ માફિયાઓનો સાગરીત બની ગયો હતો. યુવાધનને બરબાદ કરતા આ નશાના નેટવર્કમાં રત્નકલાકારની સંડોવણીથી ચકચાર મચી ગઈ છે. હાઇટેક ડિલિવરી નેટવર્ક, વોટ્સએપ લોકેશનના આધારે સપ્લાય એસઓજીની તપાસમાં ડ્રગ્સ સપ્લાય કરવાની મોડસ ઓપરેન્ડી પણ અત્યંત હાઇટેક હોવાનું બહાર આવ્યું છે. રવિરાજને કતારગામનો પાર્થ ઉર્ફે એટી (AT) નામનો મુખ્ય આરોપી ડ્રગ્સ આપતો હતો. પાર્થ આ રત્નકલાકાર રવિરાજના મોબાઈલ પર ગ્રાહક અથવા ડિલિવરી પોઇન્ટનું ઓનલાઈન લોકેશન મોકલતો હતો. આ લોકેશનના આધારે રવિરાજ પોતાની બાઇક પર ત્યાં પહોંચી જતો અને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરી આવતો હતો. આ કેસમાં કતારગામના પાર્થ ઉર્ફે એટીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે રવિરાજ પાસેથી ડ્રગ્સ ઉપરાંત તેની બાઇક અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 18,41,000/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી કનેક્શનની આશંકા: એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો જથ્થો સામાન્ય ગાંજો નથી પરંતુ અત્યંત કિંમતી 'હાઇબ્રિડ ગાંજો' છે, જે સામાન્ય રીતે વિદેશથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવતો હોય છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ હોવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે આટલો મોંઘો ગાંજો સુરતમાં ક્યાંથી અને કોના નેટવર્ક દ્વારા ઘુસાડવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ છે. હાલમાં એસ.ઓ.જી. દ્વારા આરોપી રવિરાજ વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ 8 (સી), 20 (બી)II(એ), અને 29 મુજબ ગંભીર ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર પાર્થને પકડવા ચક્રો ગતિમાન હાલમાં એસઓજીની અલગ-અલગ ટીમો મુખ્ય સૂત્રધાર પાર્થ ઉર્ફે એટીને પકડવા માટે સંભવિત અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે. પાર્થની ધરપકડ બાદ જ ખબર પડશે કે આ હાઇબ્રિડ ગાંજાનું સોર્સિંગ ક્યાંથી થતું હતું અને સુરત શહેરમાં અન્ય કયા-કયા લોકો આ નેટવર્ક સાથે જોડાયેલા છે. સુરત શહેર પોલીસ વતી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું છે કે, સુરતના યુવાધનને નશાના અંધકારમાં ધકેલતી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે સુરત પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતો સામે પણ કડક કાનૂની સકંજો કસવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સ્પેશિયલ વ્હાઈટ ટ્રીટમેન્ટ ટેન્ટમાંથી નીકળતા જ ગુનેગારો લંગડાવવા લાગ્યા:સુરતમાં 1500 હિસ્ટ્રીશીટરોની બૂમોથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગુંજ્યું, તમામ આરોપીઓનું 'ડોઝિયર' તૈયાર
    Next Article
    “Practice 2030” પરિષદ:ડૉક્ટર્સને ભવિષ્યની મેડિકલ પ્રેક્ટિસ માટે તૈયાર કરતું અનોખું મંચ, અત્યાર સુધીમાં આશરે 260 ડૉક્ટર્સે નોંધણી કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment