Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “Practice 2030” પરિષદ:ડૉક્ટર્સને ભવિષ્યની મેડિકલ પ્રેક્ટિસ માટે તૈયાર કરતું અનોખું મંચ, અત્યાર સુધીમાં આશરે 260 ડૉક્ટર્સે નોંધણી કરાવી

    1 day ago

    આરોગ્યસેવાના ભવિષ્યને નવી દિશા આપવાના હેતુથી અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઈસ્ટર્ન મેડિકલ ફોરમના સંયુક્ત ઉપક્રમે “Practice 2030 – Navigating the Future of Medical Practice” નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ 21 જૂનના રોજ કૌશર 440, ગુલમોહર મોલ, ઓઢવ ખાતે યોજાશે. જોકે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઈસ્ટર્ન મેડિકલ ફોરમનો આ પહેલો સંયુક્ત કાર્યક્રમ છે, જેમાં ડૉક્ટર્સ, હોસ્પિટલ સંચાલકો, હેલ્થકેર ઉદ્યોગસાહસિકો અને ગુણવત્તા નિષ્ણાતો એક જ મંચ પર એકત્રિત થશે. આજના બદલાતા આરોગ્ય ક્ષેત્રમાં દર્દીઓની વધતી અપેક્ષાઓ, નવી ટેકનોલોજી, નિયમનકારી માળખાં અને ગુણવત્તાના ધોરણોને ધ્યાનમાં રાખીને ડૉક્ટર્સ અને હેલ્થકેર લીડર્સને ભવિષ્ય માટે સજ્જ કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. કોન્ફરન્સ દરમિયાન મેડિકલ પ્રેક્ટિસનું ભવિષ્ય, હોસ્પિટલ વ્યવસાયનો વિકાસ, ડૉક્ટર્સ માટેનું નૈતિક માર્કેટિંગ તેમજ NABH અને NABL એક્રેડિટેશન જેવા અનેક વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમમાં NABH અને QCIના વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુણવત્તા પ્રમાણન, દર્દી સલામતી, ડાયગ્નોસ્ટિક્સની વિશ્વસનીયતા અને હેલ્થકેરમાં ગુણવત્તાના ભવિષ્ય અંગે વિસ્તૃત ચર્ચા થશે. આ કાર્યક્રમને ડૉક્ટર્સ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં આશરે 260 ડૉક્ટર્સે નોંધણી કરાવી છે. આ અંગે ડૉ. જિગ્નેશ શાહ, પ્રમુખ, અમદાવાદ મેડિકલ એસોસિએશન એ જણાવ્યું હતું કે, હેલ્થકેર પ્રેક્ટિસમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આજના ડૉક્ટર્સ માટે માત્ર ક્લિનિકલ એક્સેલન્સ પૂરતું નથી, પરંતુ સસ્ટેનેબિલિટી, ગ્રોથ, ક્વોલિટી, બ્રાન્ડિંગ અને ફ્યુચર-રેડી પ્રેક્ટિસ મોડલ્સને સમજવું પણ એટલું જ જરૂરી છે. Practice 2030 આ તમામ મહત્વપૂર્ણ પાસાઓ પર કેન્દ્રિત છે.
    Click here to Read More
    Previous Article
    હીરા ઘસવાનું છોડી રત્નકલાકાર ડ્રગ્સ પેડલર બન્યો:રૂ. 17.39 લાખના ગાંજા સાથે જુનાગઢનો શખસ અડાજણથી ઝડપાયો, લોકેશનથી થતી હાઈટેક ડિલિવરી નેટવર્કનો પર્દાફાશ
    Next Article
    Accenture Sparks IT Bloodbath; Investors Lose Rs 2 Trillion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment