Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:પાટણમાં જૂની નંબર પ્લેટ સાથે વાહન લઈને ફરતા 1735 ચાલકોને 3 વર્ષમાં 10.27 લાખ દંડ ફટકાર્યો‎

    1 day ago

    પાટણ જિલ્લામાં માર્ગ સલામતી અને નિયમોના પાલનને લઈને આરટીઓ તંત્ર દ્વારા જૂની નંબર પ્લેટો લગાવીને ફરતા વાહન માલિકો લાલ આંખ કરી છે.જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાઈ-સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP)ને બદલે જૂની નંબર પ્લેટ લગાવીને ફરતા જિલ્લામાં કુલ 1,735 વાહનચાલકો પાસેથી અંદાજે રૂ.10,27,900 નો દંડ વસૂલવામાં આવ્યો છે. પાટણ સહિત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ ફિટ કરવાની કામગીરી 1 નવેમ્બર 2022થી સદંતર બંધ કરવામાં આવી છે. ​ત્યારબાદ, સરકારના નવા નિયમ મુજબ આ કામગીરી હવે જે-તે વાહનના ઓથોરાઈઝ્ડ ડીલર (શો-રૂમ) ખાતે ખસેડવામાં આવી છે. એટલે કે, વાહન ચાલકોએ હવે આરટીઓ કચેરી જવાની જરૂર નથી, પરંતુ ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લઈને પોતાના વાહનના શો-રૂમ પર જઈને નંબર પ્લેટ નંખાવવાની રહે છે. તેવું આરટીઓના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. નવો નિયમ: માલિકની ગેરહાજરીમાં વાહન ચલાવતા પકડાયા તો ડબલ દંડની જોગવાઈ ​ટ્રાફિકના નિયમોના અમલીકરણમાં હવે વધુ કડકાઈ કરી છે.જો કોઈ વાહન ચાલક નિયમ ભંગ કરતા પકડાય અને તે વાહનનો માલિક પોતે ન હોય, તો નિયત દંડની રકમ સીધી બમણી વસૂલાશે. જે મુજબ, ટુ-વ્હીલરમાં રૂ. 300ના બદલે રૂ. 600, થ્રી-વ્હીલરમાં રૂ. 400ના બદલે રૂ. 800, ફોર-વ્હીલરમાં રૂ. 500ના બદલે રૂ. 1000 અને ભારે વાહનોના કિસ્સામાં રૂ. 1000ના બદલે રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા:કાપડીપુરાના તબેલાઓનું ગંદુ પાણી જાહેર માર્ગ પર છોડાયું, એગોલા રોડ પર ગંદા પાણીથી‎5 સોસાયટીના રહીશો પરેશાન‎
    Next Article
    ગેસ એજન્સી પર લોકોની લાંબી લાઈનો લાગી:પાટણમાં ગેસ સિલિન્ડરની આવકમાં 20%નો ઘટાડો અને બુકિંગમાં વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment