Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17000થી વધુ ખાનગી સ્કૂલો અચોક્કસ મુદ્દત માટે બંધનું એલાનની ચીમકી:સ્વનિર્ભર શાળા મહામંડળ વિવિધ માંગોને લઈ મેદાને, ગાંધીનગરમાં ધરણા કરવા તૈયારીઓ

    7 hours ago

    ગુજરાત રાજ્યની સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના મહામંડળ દ્વારા સંચાલકો અને શાળાઓના પડતર પ્રશ્નો અંગે સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ આખરી રજૂઆત કરવામાં આવી છે, મહામંડળે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની 4 મુખ્ય માંગણીઓનું સત્વરે સ્થાયી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન અને શૈક્ષણિક કાર્ય અચોક્કસ. મુદ્દત માટે બંધ રાખવા મજબૂર બનશે.. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં 17,000 થી વધુ સ્વનિર્ભર શાળાઓ કાર્યરત છે, જેમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 7 લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ સેવાઓ આપી રહ્યા છે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર શાળાઓનો ફાળો 60 ટકાથી પણ વધુ છે, શાળા સંચાલક મહામંડળની 4 પ્રમુખ માંગણીઓમાં FRC ની પ્રક્રિયા સરળ કરવા માંગ દર 3 વર્ષે થતી FRC પ્રોસેસમાં જે શાળાઓ મંજૂર થયેલી ફીમાં દર વર્ષે 10 ટકા કે તેથી ઓછો વધારો કરતી હોય, તેમને પ્રોપોઝલ કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવામાં આવે. આ સુધારાથી રાજ્યની 90 ટકા શાળાઓ FRC ની જટિલ પ્રક્રિયામાંથી મુક્ત થશે અને કચેરીનું ભારણ ઘટશે. RTE હેઠળના વિદ્યાર્થીઓની ફી ચુકવણી હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ, સરકાર દ્વારા જે-તે શાળાની FRC મંજૂર થયેલ ફી અથવા સરકારી શાળાના વિદ્યાર્થીદીઠ થતો ખર્ચ બંનેમાંથી યોગ્ય રકમ ચૂકવવામાં આવે. વર્ષ 2017 ના અમલીકરણ મુજબ મળતા રૂ.10,000 ને બદલે હાઈકોર્ટના ચુકાદા મુજબ ચૂકવણું કરવાની અપીલ કરાઈ છે. શાળાઓની સ્વાયત્તતામાં બિનજરૂરી હસ્તક્ષેપ રદ કરવો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક 2026' માં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે છૂટા કરવા માટે મંજૂરી લેવાની જોગવાઈ રખાઈ છે સંચાલકો મુજબ, તેઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે મદદ લેતા ન હોવાથી કર્મચારીઓની ભરતી કે મુક્તિની સંપૂર્ણ સત્તા શાળાઓ પાસે જ હોવી જોઈએ. રોજબરોજના વહીવટી ડિસ્ટર્બન્સમાંથી મુક્તિ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ માટે એકસરખા પરિપત્રો બહાર પાડવાને બદલે સ્વનિર્ભર શાળાઓ માટે અલગ પરિપત્ર કરવા માંગ કરાઈ છે. ઉપરાંત, વારંવાર એકની એક માહિતી મંગાવવાને બદલે એક "કોમન પોર્ટલ" બનાવવામાં આવે જ્યાંથી તંત્ર સીધી માહિતી મેળવી શકે. સંચાલક મંડળેના પ્રમુખ પી.કે.મોરડીયાએ જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જો સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે ધરણાં અને અચોક્કસ મુદત માટે શાળા બંધ નું એલાન આપશે...
    Click here to Read More
    Previous Article
    સુરત મ્યુનિ.માં ચોથા વર્ગની ભરતીની પ્રથા બદલાઈ:શિફ્ટ અને નાઇટ ડ્યુટી સાથે સફાઈ કામદારો આઉટસોર્સિંગથી લેવા વિભાગો પાસેથી ડેટા મંગાવાયો
    Next Article
    વસઈ ખાતે અંબાજી પદયાત્રીઓ માટે 5 દિવસીય સેવા કેમ્પ શરૂ:'સેવા એ જ સાધના' ના સૂત્ર સાથે સ્વયંસેવકો અવિરત સેવામાં કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment