Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મ્યુનિ.માં ચોથા વર્ગની ભરતીની પ્રથા બદલાઈ:શિફ્ટ અને નાઇટ ડ્યુટી સાથે સફાઈ કામદારો આઉટસોર્સિંગથી લેવા વિભાગો પાસેથી ડેટા મંગાવાયો

    6 hours ago

    સુરત મહાનગરપાલિકામાં વર્ગ-4ની કાયમી ભરતી પ્રક્રિયા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. રાજ્ય સરકારના નાણાં વિભાગના તાજેતરના પરિપત્ર અને નિર્દેશ અનુસાર, ચોથા વર્ગની નવી જગ્યાઓ ઊભી ન કરવાનો તેમજ ખાલી પડેલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવાને બદલે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ બેઝિસ પર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ આદેશના અમલીકરણ માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કાયમી ભરતી લાંબા સમયથી બંધ હોવાથી જગ્યાઓ ખાલી પડી પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય અને સેનિટેશન વિભાગની રોજિંદી કામગીરી ખોરવાય નહીં તે હેતુથી ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી છે. રિક્રુટમેન્ટ વિભાગે ખાસ કરીને ચાર મહત્વના સંવર્ગોસફાઈ કામદાર, સફાઈ કામદાર (ડ્રેનેજ), બેલદાર અને બેલદાર (વીબીડીસી)માટે જરૂરી કર્મચારીઓની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે. કાયમી ભરતી લાંબા સમયથી બંધ હોવાના કારણે હાલ પાલિકામાં સેંકડો જગ્યાઓ ખાલી પડી છે, જેથી સફાઈ વ્યવસ્થા જાળવી રાખવા આ પગલું અનિવાર્ય બન્યું છે. કામદારોની સુરક્ષા જળવાય તે માટે નિયમો ઘડવામાં આવી રહ્યા છે આ નવી વ્યવસ્થા હેઠળ સંલગ્ન વિભાગો પાસેથી ઝોન મુજબ કર્મચારીઓની ચોક્કસ જરૂરિયાતનું હોમવર્ક શરૂ કરવામાં આવ્યું છે. આઉટસોર્સિંગ એજન્સી મારફતે રાખવામાં આવનારા કામદારો માટે પ્રતિદિન આઠ કલાકની ફરજ, નાઈટ ડ્યુટી અથવા શિફ્ટ મુજબ કામગીરીની વહેંચણી, ફરજોની મર્યાદા તેમજ સલામતીના નિયમોની રૂપરેખા તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિવસ-રાત દરમિયાન સફાઈનું સુચારું સંચાલન થાય અને કામદારોની સુરક્ષા જળવાય તે માટેના નિયમો ઘડવામાં આવી રહ્યા છે. આ તમામ વિગતો એકત્ર થયા બાદ ખાનગી એજન્સી મારફતે આઉટસોર્સિંગથી સ્ટાફ ફાળવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં મહાનગરપાલિકાની પાયાની સફાઈ અને ક્ષેત્રીય કામગીરી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ પ્રથા પર નિર્ભર બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    CJP On DUSU Results: Abhijeet Dipke ने ABVP की जीत पर दिया चौंकाने वाला बयान! | Saurav Das | ABVP
    Next Article
    17000થી વધુ ખાનગી સ્કૂલો અચોક્કસ મુદ્દત માટે બંધનું એલાનની ચીમકી:સ્વનિર્ભર શાળા મહામંડળ વિવિધ માંગોને લઈ મેદાને, ગાંધીનગરમાં ધરણા કરવા તૈયારીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment