Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવ્યું, VIDEO:13 મિનિટના વીડિયોમાં કહ્યું-સ્ત્રીમાં શું અવગુણ ન હોય શકે, 498ના કેસ જિંદગી લે છે,પગે લાગુ છું મને ન્યાય આપો

    7 hours ago

    ભાવનગરના ચિત્રામાં રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી કુદી આત્મહત્યા કરી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજે 13 મિનિટનો વીડિયો બનાવ્યા બાદ 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવી દીધું હતું. વીડિયોમાં કહ્યું કે, જો તમારે દીકરો હોય અને ભવિષ્ય ન બગાડવું હોય તો આ શેર કરો અને કાયદો બદલો. 498ના કેસ જિંદગી લે છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાકેનવાડા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ યુવકની ડેડબોડી ભાવનગર મોકલવામાં આવી હતી. વિશ્વરાજસિંહના લગ્ન 8 ફેબ્રુઆરી, 2026ના રોજ ધારાબા અજયસિંહ સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઘરેલુ બાબતોને લઈને 12 સપ્ટેમ્બરના રોજ ધારાબા દ્વારા પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. કાળીયાબીડની અંજની સિટીમાં આવેલા સાસરીમાં વાતચીત દરમિયાન વિશ્વરાજસિંહે પોતાના હાથની નસ કાપી લીધી હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે તેમના સસરા દ્વારા નીલમબાગ પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘરેલુ હિંસા સંબંધિત કેસમાં 9 ઑક્ટોબરના રોજ વિશ્વરાજસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી બાદ તેઓ ઘરેથી બહાર જવાનું કહી બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર પહોંચીને હરિશ્ચંદ્રગઢના ખીણમાં કુદી મોત વ્હાલું કર્યું હતું. ‘જ્યારથી 498નું હથિયાર આવ્યું છે ત્યારથી દૂરઉપયોગ’ ટીંબા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા વિશ્વરાજસિંહ અંતિમ વીડિયોમાં કહે છે, આજે હું આ ખીણમાં કૂદીને જીવ આપવાનો છે. જ્યારે તમને જિંદગીમાં કોઈ આશા જ ન દેખાય. અંતરઆત્મા તૂટી જાય છે. આપણે એવું કહેતા હોય છીએ કે લગ્ન પવિત્ર સંબંધ છે અને તેને જન્મો જન્મ નિભાવતા હોય છીએ. આ બધું બોલવા અને લખવામાં સારું લાગે. મોડર્ન જમાનામાં બે માણસના વિચાર, સ્વભાવ અને આદતો મેચ ન થાય અને કલેશ ઉભા થાય ત્યારે ડિવોર્સ લે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એવો કાયદો કાઢ્યો છે, 498 ડોમેસ્ટિક વાયોલન્સના 90 ટકા કેસ ફેક છે. કોઈ આધાર નહીં, પૂરાવા નહીં અને બિલકુલ મૌખિક. જ્યારથી દીકરી અને તેના પરિવારમાં આ હથિયાર આવ્યું છે ત્યારથી દૂરઉપયોગ થાય છે. જમાઈ પર માનસિક, શારીરિક અને આર્થિક રીતે દબાણ કરી મરવા પર મજબૂર કરવામાં આવે છે. ‘કાયદો નબળો કહેવાય, માણસે લગ્ન જેવી બાબતોમાં ડરવું પડે છે’ મારી સાથેના બે મિત્રોએ એક એક વાત કરી કે બાપુ તમે શું જોઈને લગ્ન કર્યા? મેં કીધું દીકરી ડાહી હોવી જોઈએ. મને ખબર નહોતી કે આટલી મોટી ત્સુનામી પહેલાની શાંતિ હશે. એ લોકોને આ જ ડર હતો. ઓથોરિટી શું કરે છે? કાયદો નબળો કહેવાય, માણસે લગ્ન જેવી બાબતોમાં ડરવું પડે છે. શું બન્યું મારી સાથે? કેસમાં લખાવે છે હું , મારા માતા અને મારા ભાઈ વાતે વાતે ઢોર માર મારતા. આ સાવ ફેબ્રિકેટેડ છે અને પોલીસ પાછી પૂરાવા માગતી નથી. કાયદો દીકરી તરફ નમેલો છે. દીકરી પાત્ર આટલા યુગમાં નબળું રહ્યું નથી. જામનગરમાં હમણાં કિસ્સો બન્યો, દિલ્હીમાં બન્યું. હું કુદુ છું પણ સારું છે મને ધક્કો મારતા નથી. રાજસ્થાનમાં પત્નીએ પતિને ધક્કો મારી દીધો હતો. એકને ડ્રમમાં નાંખી દે છે મારીને. સ્ત્રીમાં બધું છે વાસના, લાલચ, ક્રોધ છે છતાં કાયદો નમેલો કેમ? હું એટલી માંગ કરું છું કે, મને અનેકવાર આવા દબાણો કર્યા. સમાધાનની ઓફિસમાં પણ ઓથોરિટી નમેલા. દીકરી વાળા કહે છે અમારું સોનું એમની પાસે છે. જ્યારે હું કહું છું કે અમારી પાસે સાક્ષીઓ છે. અમારી સોસાયટીમાં મારા પત્નીને ખેંચી તાણીને લઈ જાય છે અને ત્યારે કહે છે કે, મારે નથી આવવું તમારી સાથે, મારી સાથે કંઈ કરતા નથી છતાં લઈ ગયા. મારા પત્નીનું પછી મન બદલાવી નાંખવાના જ હોય, જો નાટક કર્યું હોય તો એ વિચારવું કે સ્ત્રી કેટલું નાટક કરીને ફસાવી શકે છે. અમારી પાસેથી એમનું સોનું માગે છે પણ અમારું સોનું પરત લાવવા કોઈ દબાણ નથી કરવામાં આવતું. અમારી પાસે સાક્ષીઓ છે. મારા મમ્મીને બેફામ બોલીને ગયા હતા. આ બધા ગુના છે. કોઈને મરવા મજબૂર કરવા એ પણ ગુનો છે. મે, મારા ભાઈ કે માતાએ ઢોર માર માર્યો હોય એ સાબિત કરી બતાવે, માર્યું હોય તો દવાખાને તો જાયને. ‘દરબારનું કૂળ નથી સમજતું કે દીકરી પરણાવી છે તો તેની જિંદગી માટે પરણાવી છે’ જ્યારે તેના માતા-પિતા મારા પત્નીને ખેંચીને લઈ ગયા ત્યારે તેને જમાઈ માટે માન સન્માન જેવું કંઈ નહીં. ફોનમાં કે સામે હોય તો કોઈ માન નહીં, ડાયરેક્ટ વટ અને ડારો. મને કહે બાપ સમાન છું. બરાબર છે. મારો બાપ મને લૂંટે? મારો બાપ મને તક આપે અને માફ કરે. જ્યારે હું મરીશ ત્યારે મારા મા-બાપ અને ભાઈની જે હાલત થશે. કહે છે કે, મારી દીકરીને ટોર્ચર કરે છે, શું ટોર્ચર કર્યું? આજ કહે છે કે, તમારા પપ્પા નહીં, કાલ પછી કહેશે મમ્મી નહીં. તમે તમારી દીકરીનો પરિવાર બાંધ્યો છે કે, મારી માથે ચઢવાનું છે. દરબારનું કૂળ નથી સમજતું કે દીકરીને પરણાવી છે તો તેની જિંદગી માટે પરણાવી છે. નાની નાની બાબતોને ટોર્ચરનું નામ આપી દેવું. મારો ભાઈ 16 વર્ષનો છે અને તેના પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો, કોઈ ડર નથી એટલે કર્યો છે. ‘લોકો મરતા રહેશે કીડી-મકોડા છે’ ભાવનગરના લોકો જાગી જાવ. આજે દરબારનો દીકરો છું. મારા મિત્રો ડરે છે જે આ જાળમાં ફસાયા છે. જો તમારે દીકરો હોય અને ભવિષ્ય ન બગાડવું હોય તો આ શેર કરો અને કાયદો બદલો. 498ના કેસ જિંદગી લે છે. સ્ત્રીને લઈ ભેદભાવ ભર્યો છે. આ સાબિત કરી બતાવો. ચેલેન્જ કરું છું. મારા સસરા અજયસિંહ બોલતા ભગવાનનો ડર હોવો જોઈએ, હા પણ ભગવાનનો ડર હોત તો આ પગલું ન લીધું હોત તમને કોઈ ડર નથી. લીગલ ઓથોરિટીઝ હોય તે જાણો, કંઈક બદલાવ લાવો નહીંતર આ રીતે મરતા રહેશે. બીજા રાજ્યોમાં મર્યા હવે અહીં મરશે, મરતા રહે કીડી મકોડા છે. જે વ્યક્તિ મરે તેના પરિવારને ન્યાય આપવાનો હોય કંઈક વિચારજો. આજે મારો પરિવાર શિકાર બન્યો છે. વિચારી લેજો બીજું કોઈ ઝપટે ન ચઢે એવું ન હોય. કંઈક ન્યૂઝ બનાવો તો સુધારા થશે. આ ડર રહેશે. મારા મિત્રોને તો હવે પરસેવા છૂટી જશે. યુવાનોની જિંદગી ના બગાડો.પગે લાગું છું. મને અને મારા પરિવારને ન્યાય આપો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સેટેલાઇટ પાર્ક ખોડિયાર ગરબી મંડળનો મશાલ રાસ:92 બાળાઓ 11 થી 20 ઓક્ટોબર દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિરે ગરબે ઘૂમશે
    Next Article
    SMVS બાળપ્રવૃત્તિ દ્વારા 115 હોસ્પિટલોમાં ‘નિરામય શુભકામના પ્રોજેક્ટ’ યોજાયો:115 સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ફળ વિતરણ અને ધૂન કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment