Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMVS બાળપ્રવૃત્તિ દ્વારા 115 હોસ્પિટલોમાં ‘નિરામય શુભકામના પ્રોજેક્ટ’ યોજાયો:115 સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ફળ વિતરણ અને ધૂન કરાઈ

    8 hours ago

    ગુરુવર્ય પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીની પ્રેરણાથી SMVS બાળપ્રવૃત્તિ દ્વારા ‘નિરામય શુભકામના પ્રોજેક્ટ’ નું ભવ્ય આયોજન કરાયું હતું. ડિસેમ્બર-2026 માં સ્વામિનારાયણ ધામ ખાતે યોજાનાર ‘શ્રીહરિ સંકલ્પ મહોત્સવ’ ના ઉપક્રમે આયોજિત આ સેવાયજ્ઞમાં બાળકોએ હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત સહિતના વિવિધ શહેરોની આશરે 115 હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓ પાસે SMVS નાં બાળકોએ રૂબરૂ પહોંચીને સંવાદ સાધ્યો હતો. બાળકોએ દર્દીઓના બેડ સુધી જઈને મહામંત્રની ધૂન કરીને તેમનામાં આશા અને હિંમતનો સંચાર કર્યો હતો તેમજ પ્રસાદરૂપે પૌષ્ટિક ફળોનું વિતરણ કર્યું હતું. બાળકોના નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાકાર્યથી દર્દીઓ તથા તબીબી સ્ટાફ ભાવવિભોર બીમારીના મુશ્કેલ સમયમાં બાળકો દ્વારા મળેલી આ હૂંફ અને આત્મીયતાથી દર્દીઓ, તેમના પરિવારજનો અને હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ ભાવવિભોર બન્યો હતો. માસૂમ બાળકોના આ માનવતાવાદી સેવાકાર્ય અને પ્રેમપૂર્ણ વર્તનને દર્દીઓએ ખુલ્લા મનથી બિરદાવીને લાગણીસભર પ્રતિભાવો આપ્યા હતા. બાળકોમાં સેવા, સંસ્કાર અને સામાજિક ઉત્તરદાયિત્વ કેળવવાનો પ્રેરણાદાયી પ્રયાસ SMVS બાળપ્રવૃત્તિના આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી જ કરુણા, માનવતા અને સામાજિક જવાબદારીના મૂલ્યોનું સિંચન કરવાનો છે. ‘શ્રીહરિ સંકલ્પ મહોત્સવ’ નિમિત્તે યોજાયેલા આ સેવાયજ્ઞે ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ ના સુત્રને સાર્થક કરીને સમાજમાં સકારાત્મકતા અને સંસ્કારોનો પવિત્ર સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવ્યું, VIDEO:13 મિનિટના વીડિયોમાં કહ્યું-સ્ત્રીમાં શું અવગુણ ન હોય શકે, 498ના કેસ જિંદગી લે છે,પગે લાગુ છું મને ન્યાય આપો
    Next Article
    સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગરબી મંડળમાં ઇનામ વિતરણ:લાલપુરના ગોકુલધામ સ્થિત શ્રી ચામુંડા ગરબી મંડળમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment