Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સેટેલાઇટ પાર્ક ખોડિયાર ગરબી મંડળનો મશાલ રાસ:92 બાળાઓ 11 થી 20 ઓક્ટોબર દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિરે ગરબે ઘૂમશે

    6 hours ago

    જામનગરમાં છેલ્લા છ વર્ષથી નવરાત્રિ મહોત્સવ યોજાય છે. આ પરંપરાને આગળ વધારતા સમસ્ત સેટેલાઇટ પાર્ક દ્વારા સાતમા વર્ષે ખોડિયાર ગરબી મંડળ હેઠળ નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. આ મહોત્સવ ૧૧ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન સેટેલાઇટ પાર્ક સ્થિત ભોળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાશે. આ ગરબી મહોત્સવમાં અંદાજે ૯૨ બાળાઓ સલામત વાતાવરણમાં વિવિધ પ્રાચીન રાસ-ગરબા રજૂ કરશે. મહોત્સવનું મુખ્ય આકર્ષણ બાળાઓ દ્વારા રમાતો મશાલ રાસ છે. જેમાં બાળાઓ હાથમાં સળગતી મશાલો લઈને તાલબદ્ધ રીતે ગરબે ઘૂમે છે. આ મહોત્સવ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે યોજાય છે. આયોજકોએ મહોત્સવને સફળ બનાવવા તૈયારી કરી છે. શહેરીજનોને બાળાઓના પ્રાચીન રાસ-ગરબાનો લાભ લેવા આમંત્રણ અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    ‘Much of the square was empty’: Saeed Naqvi on Saddam’s statue coming down
    Next Article
    ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવ્યું, VIDEO:13 મિનિટના વીડિયોમાં કહ્યું-સ્ત્રીમાં શું અવગુણ ન હોય શકે, 498ના કેસ જિંદગી લે છે,પગે લાગુ છું મને ન્યાય આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment