Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, મતદાન મથકો માટે 1700 કર્મચારીઓ સજ્જ:બૂથ દીઠ 5 સભ્યોની ટીમ કમાન સંભાળશે, 11 વોર્ડના 275 મતદાન મથકો પર વોટિંગ

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની આગામી સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને તટસ્થ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી 11 ઓક્ટોબરના રોજ નિર્ધારિત મતદાનના દિવસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 275 મતદાન મથકો માટે સ્ટાફની ફાળવણી અને તાલીમ પ્રક્રિયા પૂરજોશમાં આરંભી દેવામાં આવી છે. પ્રિસાઇડિંગ ઓફિસર સહિત બૂથ દીઠ 5 સભ્યોની ટીમ ચૂંટણી તંત્ર દ્વારા ઘડાયેલી રૂપરેખા મુજબ પાટનગરના 11 વોર્ડ અંતર્ગત આવતા કુલ 275 મતદાન મથકો ઉપર પ્રત્યેક બૂથ પર પાંચ કર્મચારીઓની ખાસ ટીમ ફરજ બજાવશે. આ પાંચ સભ્યોની ટીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર અને સેવકનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ઈવીએમ કમિશનિંગ, ઝોનલ અધિકારીઓની દેખરેખ, ડેટા મેનેજમેન્ટ અને સંવેદનશીલ બૂથો પર લાઈવ વેબકાસ્ટિંગ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે પણ ટેકનિકલ તેમજ વહીવટી સ્ટાફને ખાસ કામગીરી સોંપાઈ છે. 1700 કર્મચારીઓ-અધિકારીઓનો કાફલો ખડેપગે રહેશે જેના કારણે આ સમગ્ર વહીવટી પ્રક્રિયામાં આશરે 1700 કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો ખડેપગે રહેશે. ચૂંટણી અધિકારીઓ મારફતે જરૂરી સ્ટાફની ફાળવણી થઈ ગયા બાદ હાલમાં તમામ કર્મચારીઓને ઈવીએમ સંચાલન, નિયમો અને આચારસંહિતા અંગેની સઘન તાલીમ આપવામાં આવી રહી છે. કર્મચારીઓની આખરી ફાળવણી મતદાનના આગલા દિવસે થશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારના પક્ષપાતની આશંકા ન રહે તે માટે કર્મચારીઓની આખરી ફાળવણી મતદાનના આગલા દિવસે સોફ્ટવેર આધારિત રેન્ડમાઈઝેશન પદ્ધતિથી કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપન્ન થયા બાદ જ કયા કર્મચારીએ કયા બૂથ પર ફરજ બજાવવાની રહેશે તેની સત્તાવાર જાહેરાત થશે.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ:હાઇકોર્ટમાં વકીલોની એન્ટ્રીનો ગેટ બંધ કર્યો, સુરતમાં રેન્ટ એક્ટ પાછો ખેંચો...ના નારા લગાવ્યા
    Next Article
    SP રિંગ રોડ પરના 31 દબાણો પર ડિમોલિશન:નાના ચિલોડા સર્વિસ રોડ ખુલ્લો કરાયો, રામોલ-વસ્ત્રાલ તરફ અવરજવર કરતા વાહનો માટે ડાયવર્ઝન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment