Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP રિંગ રોડ પરના 31 દબાણો પર ડિમોલિશન:નાના ચિલોડા સર્વિસ રોડ ખુલ્લો કરાયો, રામોલ-વસ્ત્રાલ તરફ અવરજવર કરતા વાહનો માટે ડાયવર્ઝન

    1 day ago

    અમદાવાદ શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા અને રસ્તા પહોળા કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એસપી રિંગ રોડ પર નાના ચિલોડા સર્કલ નજીક સર્વિસ રોડ પર ખડકાયેલા કોમર્શિયલ કાચા-પાકા બાંધકામો પર ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે ડિમોલિશન હાથ ધર્યું છે. વાહન-વ્યવહાર સુગમ બનાવવા અને સર્વિસ રોડ ખુલ્લો કરવા માટે રોડ પર આવતાં 31 ગેરકાયદે દબાણોને મનપા તંત્ર દ્વારા સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા સર્વિસ રોડ પર કાર્યવાહી નાના ચિલોડા નજીક એસપી રીંગ રોડના સર્વિસ રોડ પર ગેરકાયદે રીતે ખાણીપીણી તેમજ અન્ય નાના-મોટા કોમર્શિયલ કાચા-પાકા દબાણો ઊભા થઈ ગયા હતા. રિંગ રોડ પર વાહનોની સંખ્યા અને ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું હોવાથી સર્વિસ રોડ ખુલ્લો કરવો અત્યંત જરૂરી બન્યો હતો. હિટાચી અને જેસીબીની મદદથી 900 મીટર રોડ સાફ કરાયો ટ્રાફિકની સમસ્ય દૂર કરવા અને રોડ પહોળો કરવા માટે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમે 5 ઓક્ટોબરના રોજ સવારે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. એસ્ટેટ ટીમે 1 હિટાચી અને 2 જેસીબીની મદદથી આશરે 900 મીટર લાંબા રોડ પર નડતરરૂપ એવા તમામ 31 ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરી રોડ ખુલ્લો કર્યો હતો. સરદાર પટેલ રિંગ રોડ પર અદાણી સર્કલ નજીક મસમોટો ભૂવો સરદાર પટેલ રિંગ રોડ પર રામોલ અને વસ્ત્રાલને જોડતા અદાણી સર્કલ નજીક મુખ્ય માર્ગને અડીને મસમોટો ભૂવો પડતાં વાહનચાલકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે. ભૂવાને કારણે અકસ્માત કે ટ્રાફિક સર્જાય નહીં તે માટે તંત્ર દ્વારા સ્થળ પર બેરિકેડ મૂકીને વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી અને ઓડા (AUDA) દ્વારા રામોલ-વસ્ત્રાલ તરફ અવરજવર કરતા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સતત ધમધમતા આ મુખ્ય માર્ગ પર ડાયવર્ઝન અપાતાં, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારે ભારણ વધતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, મતદાન મથકો માટે 1700 કર્મચારીઓ સજ્જ:બૂથ દીઠ 5 સભ્યોની ટીમ કમાન સંભાળશે, 11 વોર્ડના 275 મતદાન મથકો પર વોટિંગ
    Next Article
    અમરેલીમાં 5 લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત:પાંજરે પુરાયા બાદ હડકવાના લક્ષણો સાથે તબિયત લથડી, સેમ્પલ લેવાયા; દોઢ વર્ષમાં 4 સિંહણના હડકવાથી મોત, વનવિભાગમાં ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment