Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ:હાઇકોર્ટમાં વકીલોની એન્ટ્રીનો ગેટ બંધ કર્યો, સુરતમાં રેન્ટ એક્ટ પાછો ખેંચો...ના નારા લગાવ્યા

    1 day ago

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં સતત ત્રણ દિવસ વિરોધ પ્રદર્શિત કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આહવાન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કરવામાં આવ્યો છે. જેથી હાઇકોર્ટમાં વકીલોને એન્ટર થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. તેમજ બીજા ગેટ ઉપર ભીડ જોવા મળી છે. વકીલો કામથી અળગા રહેવાથી ચાલી રહેલા કેસોને પણ તેની અસર થશે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા બે દિવસ માટે કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મારો વ્યક્તિગત મત એવો છે કે, આ કાયદો બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓના લાભાર્થે લાવવામાં આવ્યો છે. ભાડા વિધેયકોનો વકીલો કેમ વિરોધ કરે છે? નવા વિધેયક અનુસાર, ભાડા કરાર અને તેનાથી ઊભા થતા વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટ કે સ્મોલ કોઝ કોર્ટની જગ્યાએ વહીવટી તંત્રના અધિકારીઓ (જેમ કે નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર) નિર્ણય લેશે. જૂનો કાયદો યથાવત રાખવાની માગ નવા ભાડા અધિનિયનને લઈને વકીલોની રોજગારી અને કેસની ન્યાયિક પ્રક્રિયા પર અસરને લઈને વકીલો વિરોધ કરી રહ્યા છે. વકીલો અને એસોસિએશન જૂનો કાયદો હતો તે જ યથાવત રાખવાની માગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    CJP નેતાઓનો દાવો- સરકાર અમને જેલમાં નાખવાની તૈયારીમાં:દીપકેએ કહ્યું- 10 ઓક્ટોબરે આખો દેશ આવી રહ્યો છે, કેટલાની ધરપકડ કરશો, નહીં ડરીએ; આંદોલન ચાલુ રહેશે
    Next Article
    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, મતદાન મથકો માટે 1700 કર્મચારીઓ સજ્જ:બૂથ દીઠ 5 સભ્યોની ટીમ કમાન સંભાળશે, 11 વોર્ડના 275 મતદાન મથકો પર વોટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment