Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા પોલીસની સરાહનીય કામગીરી:170 CCTV તપાસી રૂ.1.17 લાખનો સોનાનો ચેન અને સાયબર ફ્રોડના રૂ.99,900 પરત અપાવ્યા

    15 hours ago

    ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા પોલીસે બે અલગ-અલગ કેસમાં નોંધપાત્ર કામગીરી કરી છે. એક કેસમાં CCTV કેમેરાની મદદથી સોનાનો ચેન ચોરીનો ભેદ ઉકેલી રૂ.1.17 લાખનો સોનાનો ચેન મૂળ માલિકને પરત અપાવ્યો છે, જ્યારે બીજા કેસમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારને રૂ.99,900ની સંપૂર્ણ રકમ પરત અપાવી છે. બંને કેસમાં પોલીસે ટેકનિકલ તપાસ અને સતત પ્રયાસો દ્વારા ગુનો ઉકેલી ભોગ બનેલા લોકોને તેમનો મુદામાલ અને નાણાં પરત અપાવ્યા છે. 170 CCTV કેમેરા તપાસી રૂ.1.17 લાખનો સોનાનો ચેન પરત અપાવ્યો સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના ચતુરાબેન કાળુભાઈ વાઘમશી રાજુલા ખાતે રાજાણી કરિયાણાની દુકાને કરિયાણું લેવા ગયા હતા. તે દરમિયાન બે અજાણી મહિલાઓ અને એક અજાણ્યા પુરુષે તેમની સાથે ધક્કામુક્કી કરી નજર ચૂકવી ગળામાં પહેરેલો સોનાનો ચેન ચોરી લીધો હતો. 35.630 ગ્રામ વજનના અને રૂ.1,17,000ની કિંમતના સોનાના ચેનની ચોરી અંગે ફરિયાદ મળતાં રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. કોલાદરાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે રાજુલા શહેર તથા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા આશરે 170 CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તેમાં ગુજરાત સરકારના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળ લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજનો પણ સમાવેશ થતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસના સોર્સિસના આધારે આરોપીઓની ઓળખ તથા તેમના નામ-સરનામા અંગે મહત્વની કડીઓ મળી હતી. તપાસમાં આરોપીઓ રાજકોટ તરફ જઈ રહ્યા હોવાનું સામે આવતા પોલીસ ટીમે રસ્તામાં તેમને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો 35.630 ગ્રામનો સોનાનો ચેન, કિંમત રૂ.1,17,000, 100 ટકા રિકવર કરવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે સોનાનો ચેન મૂળ માલિક ચતુરાબેન વાઘમશીને પરત આપ્યો હતો. મોબાઇલ હેક કરી રૂ.99,900ની છેતરપિંડી, પોલીસે ઉત્તરપ્રદેશથી આરોપીને ઝડપી લીધો રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના દિનેશભાઈ નાનાભાઈ લોડુમર સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા. અજાણ્યા શખ્સે તેમનો મોબાઇલ ફોન હેક કરી તેમના બેંક ખાતામાંથી OTP વગર રૂ.99,900 ઉપાડી લીધા હતા. આ અંગે દિનેશભાઈએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સાયબર ફ્રોડ કરનાર આરોપી હેમંતકુમાર અનિલસિંહ, ઉંમર 30 વર્ષ, રહે. પદલી જહલીપાર, તા. સલીમપુર, જી. દેવરિયા, ઉત્તર પ્રદેશ હોવાનું સામે આવ્યું હતું. આરોપીને ઝડપી લેવા રાજુલા પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને પદલી જહલી ખાતેથી આરોપીને ઝડપી રાજુલા લાવવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી સાયબર ફ્રોડની સંપૂર્ણ રૂ.99,900ની રકમ રિકવર કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગુમાવેલી રૂ.99,900ની 100 ટકા રકમ અરજદાર દિનેશભાઈ લોડુમરને પરત અપાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. કોલાદરાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા:ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીના મોત, સુરતમાં શ્રમિકોનું 'ગાંવ ચલો આંદોલન', રાજકોટમાં આરોપીઓને દોરડે બાંધી
    Next Article
    ગોધરામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત JOSH ટીમનું લોન્ચિંગ:ટીબી સામે લડવા જનજાગૃતિ અને સમયસર સારવાર પર ભાર મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment