Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 વર્ષથી ભગવાન જગન્નાથજીના સાફા બનાવી પ્રફુલાબેનની અનોખી સેવા:8 વર્ષ પહેલાં થયેલા પેરાલિસિસને માત આપી; કહ્યું-‘ભગવાનની કૃપાથી જ આજે હું ફરી બોલી શકું છું’

    1 day ago

    ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથજી તથા અન્ય દેવી-દેવતાઓના શણગાર માટે અત્યંત મનમોહક અને કલાત્મક સાફા (પાઘડી) બનાવવાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. આઠ વર્ષ પૂર્વે પેરાલિસિસ (લકવા) જેવા ગંભીર રોગનો ભોગ બન્યા હોવા છતાં, ભગવાન જગન્નાથજી પ્રત્યેની અગાધ શ્રદ્ધા અને સેવાની અડગ ધગશના જોરે તેમણે માંદગીને માત આપીને જીવનમાં પુનરાગમન કર્યું છે અને પ્રભુ ભક્તિની આ અનોખી કળાને જીવંત રાખી છે. સામાન્ય સામગ્રીમાંથી અદ્ભુત કલાનું સર્જન પ્રફુલાબેન કેનવાસ, પૂંઠા અને ફેવિકોલ જેવી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને પોતાની કુશળતા વડે અદભૂત અને આકર્ષક સાફાઓ તૈયાર કરે છે. ભાવનગરમાં યોજાનારી 41મી રથયાત્રા માટે તેમણે વિશેષ ડિઝાઈનના સાફા બનાવ્યા છે. સામાન્ય રીતે એક કલાત્મક સાફો તૈયાર કરવામાં તેમને લગભગ 3 દિવસ જેટલો સમય લાગે છે. તેઓ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી ઉપરાંત રથ પર બિરાજમાન થતા હનુમાનજી, શ્રીનાથજી અને યમુનાજી માટે પણ વિશેષ સાફાઓ તૈયાર કરે છે. પેરાલિસિસના હુમલા સામે જીજીવિષાની જીત રામ મંદિર શાળાના પૂર્વ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રફુલાબેન માટે 8 વર્ષ પહેલાંનો સમય અત્યંત કપરો હતો. તેમને પેરાલિસિસનો ગંભીર હુમલો આવતા તેમની બોલવાની શક્તિ પણ છીનવાઈ ગઈ હતી. જોકે, તેમણે હિંમત હાર્યા વિના પ્રભુ સેવા ચાલુ રાખી હતી. પ્રફુલાબેન દ્રઢપણે માને છે કે, ભગવાન જગન્નાથજીની અસીમ કૃપાથી જ આજે હું ફરીથી બોલી શકું છું, સ્વસ્થ થઈ શકી છું અને તેમની સેવામાં પુનઃ જોડાઈ શકી છું. વિવિધ મંદિરોમાં નિઃસ્વાર્થ સેવાનો પ્રવાહ તેમની આ ભક્તિમય સેવા માત્ર રથયાત્રા પૂરતી મર્યાદિત નથી. પ્રફુલાબેને સ્થાનિક રામ મંદિર, કોબડી ગામના મંદિરો તેમજ સિહોર તાલુકાના વિવિધ ધાર્મિક સ્થાનોના દેવી-દેવતાઓ માટે પણ સુંદર સાફા બનાવીને પોતાની સેવાઓ અર્પણ કરી છે. ગમે તેવી શારીરિક કે આર્થિક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમનો આ સેવા યજ્ઞ ક્યારેય અટક્યો નથી. પ્રફુલાબેનની આ સફર સાબિત કરે છે કે ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ ગમે તેવી મોટી મુશ્કેલીને પણ પરાજિત કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 101 વૃક્ષોનું વાવેતર:'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત પર્યાવરણ જતન
    Next Article
    ભરૂચમાં “શિક્ષણની પરબ” કાર્યક્રમ યોજાયો:જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment