Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં “શિક્ષણની પરબ” કાર્યક્રમ યોજાયો:જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયું

    1 day ago

    ભરૂચમાં બામસેફ, ઇન્સાફ અને ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે "શિક્ષણની પરબ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયું હતું. મોંઘવારીના આ સમયમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે મુખ્ય હેતુ હતો. કાર્યક્રમ માટે જરૂરી શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના અનિલ વસાવા અને રમણ પરમાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની અધ્યક્ષતા બામસેફ ભરૂચ જિલ્લા પ્રમુખ સુષ્મા વસાવાએ કરી હતી. આ પ્રસંગે નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન હેમંત પ્રજાપતિ, નારાયણ વિદ્યાલયના ડૉ. બી.જી. પ્રજાપતિ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના રાજેશકુમાર શર્મા, આર.એન. બગેરિયા એકેડેમીના પ્રિન્સિપાલ નૂતન અગ્રવાલ, ઇન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર, ગુરુદ્વારાના બાબા હરજીતસિંહ, નિવૃત્ત મામલતદાર કોળી, રમણ પરમાર, ભાનુ જોગધીયા, બી.એમ.જી.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.વી. પરમાર, બામસેફ ગુજરાતના મહાસચિવ શાતિલાલ રાઠોડ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંવિધાનિક મૂલ્યો સાથે શિક્ષણ મેળવી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો, મહિલાઓ, વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્સાફ ગુજરાતના પ્રમુખ જીવરાજ મકવાણા, મહાસચિવ વિનય સોલંકી, ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા, વિઠ્ઠલ પરમાર અને જયંતિ સુતરિયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પૂનમ ચંદ્રકાંત મકવાણાએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    17 વર્ષથી ભગવાન જગન્નાથજીના સાફા બનાવી પ્રફુલાબેનની અનોખી સેવા:8 વર્ષ પહેલાં થયેલા પેરાલિસિસને માત આપી; કહ્યું-‘ભગવાનની કૃપાથી જ આજે હું ફરી બોલી શકું છું’
    Next Article
    Gwalior Chartered Accountant Loses Rs 21 Crore In Fake Investment Scam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment