Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના 17 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી:5 સપ્ટેમ્બરે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ સન્માન થશે

    1 day ago

    કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૭ શિક્ષકોની વર્ષ ૨૦૨૬ના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી થઈ છે. આ શિક્ષકોને ૫ સપ્ટેમ્બર, શિક્ષક દિન નિમિત્તે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ સન્માનિત કરવામાં આવશે. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે ભચાઉ તાલુકાના વ.કટારીયા સ્થિત વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષક કુલદીપસિંહ એમ. જાડેજાની પસંદગી થઈ છે. જિલ્લા કક્ષાના સન્માન માટે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયનાં મદદનીશ શિક્ષિકા ભાવિનીબેન એમ. ત્રિપાઠી, નિરોણાની પી.એ. હાઇસ્કૂલના આચાર્ય ડૉ. વિષ્ણુ એમ. ચૌધરી, ભુજ શાળા નંબર ૧૦નાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર ડૉ. હેતલબેન એમ. ગોસ્વામી અને ચોબારી (મોમાયમોરા) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શંકરલાલ પી. ગામોટ પસંદગી પામ્યા છે. તાલુકા કક્ષાએ પણ અનેક શિક્ષકોની પસંદગી થઈ છે. જેમાં મુન્દ્રાના જબલપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જીગરકુમાર બી. પટેલ, ભચાઉની અમરસર પ્રાથમિક શાળાનાં અમીબેન કે. ચનિયારા, લખપતની ગુનેરી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હિતેશકુમાર એમ. ચૌધરી, કલરાવાંઢ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદભાઈ નેમાંભાઈ કુંભાર અને મુન્દ્રાની ઝરપરા શાળા નંબર ૨નાં વૈશાલીબેન વી. હડિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માંડવીની તાલુકા ગ્રુપ શાળા નંબર ૧નાં જ્યોત્સનાબેન બી. ખત્રી, પાંચટીયા પ્રાથમિક શાળાના રતનજી એ. પઢીયાર, રાપરની બાલાસર કન્યા પ્રાથમિક શાળાના મહેશકુમાર એન. બાલાસરા અને ભચાઉની સીતારામપુર પ્રાથમિક શાળા નંબર ૧૦નાં પ્રવિણાબેન કરશનભાઈ ડેર પણ તાલુકા કક્ષાએ સન્માનિત થશે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના જણાવ્યા મુજબ, શિક્ષકો પાસેથી દરખાસ્તો મંગાવી તેમની કામગીરીનું હકીકતલક્ષી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કક્ષાની કમિટી દ્વારા ઈન્ટરવ્યુ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા શિક્ષકોને રાજ્ય કક્ષાની પ્રક્રિયામાં પણ ઉપસ્થિત થવાનું થયું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં દશામા વ્રત મહોત્સવ સંપન્ન:ભાટવાસમાં મહાઆરતી, ગરબા સાથે મૂર્તિ વિસર્જન કરાયું
    Next Article
    રાણેકપર જમીનનો ભાવ પાંચ ગણો વધ્યો:માર્કેટ રેટ કમિટીએ રૂ.13.46 લાખથી વધારી રૂ.72.81 લાખ પ્રતિ વિઘા કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment