Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણેકપર જમીનનો ભાવ પાંચ ગણો વધ્યો:માર્કેટ રેટ કમિટીએ રૂ.13.46 લાખથી વધારી રૂ.72.81 લાખ પ્રતિ વિઘા કર્યો

    1 day ago

    મોરબી જિલ્લાની માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા હળવદ તાલુકાના રાણેકપર ગામની જમીનનો ભાવ પ્રતિ વિઘા રૂ. 13.46 લાખથી વધારીને આશરે રૂ. 72.81 લાખ નક્કી કરવામાં આવ્યો છે. આ નવો ભાવ અગાઉના ભાવ કરતાં પાંચ ગણાથી પણ વધુ છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી MRCની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકનો મુખ્ય હેતુ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા અને રાણેકપર ગામના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના માર્કેટ રેટ સરકારના 04/07/2026ના ઠરાવ મુજબ પારદર્શક રીતે નક્કી કરવાનો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, વિવિધ ટ્રાન્સમિશન કંપનીઓના અધિકારીઓ, જમીન મૂલ્યાંકનકારો અને ખેડૂતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારના ઠરાવની જોગવાઈ અનુસાર, જમીનના મૂલ્યાંકન માટે ત્રણ મૂલ્યાંકનકારોએ તેમના ભાવો બંધ કવરમાં રજૂ કર્યા હતા. ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં ત્રણમાંથી બે ચીઠ્ઠીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને તે મુજબ પસંદ થયેલા બંધ કવરો ખોલવામાં આવ્યા હતા. જો બંને ભાવોમાં 20 ટકાથી ઓછો તફાવત જણાય, તો જોગવાઈ મુજબ બંને ભાવોની સરેરાશના આધારે જમીનના માર્કેટ રેટની ગણતરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દ્વારા તમામ સર્વે નંબરોની જમીનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. રાણેકપર ગામની જમીનનો અગાઉનો ભાવ રૂ. 13.46 લાખ પ્રતિ વિઘા હતો. માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા ભાવને જોગવાઈ મુજબ બમણો કરતાં, હવે આશરે રૂ. 72.81 લાખ પ્રતિ વિઘા ભાવ નિર્ધારિત થયો છે. માર્કેટ રેટ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સંબંધિત ટ્રાન્સમિશન કંપનીઓને સૂચના આપી હતી કે માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબનું 100 ટકા વળતર અસરગ્રસ્ત ખેડૂતોને સાત દિવસમાં ચૂકવવામાં આવે. આ સાથે, બેઠકમાં ઉપસ્થિત ખેડૂત પ્રતિનિધિઓ અને અન્ય અસરગ્રસ્ત ખેડૂતોને સરકારની જોગવાઈ મુજબ માર્કેટ રેટ કમિટી સમક્ષ ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાં પોતાના પ્રતિનિધિની પસંદગી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને તેમના હક્કનું યોગ્ય વળતર સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના 17 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી:5 સપ્ટેમ્બરે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ સન્માન થશે
    Next Article
    Brazil Football Body Responds To 'Boycott' Calls In India, Clears Stance On Friendly Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment