Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં દશામા વ્રત મહોત્સવ સંપન્ન:ભાટવાસમાં મહાઆરતી, ગરબા સાથે મૂર્તિ વિસર્જન કરાયું

    1 day ago

    હિંમતનગરના ભોલેશ્વર સ્થિત ભાટવાસ વિસ્તારમાં શ્રી દશામા મંદિરે દસ દિવસીય વ્રત મહોત્સવ સંપન્ન થયો. દશામા યુવક મંડળ દ્વારા 41 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શનિવારે સવારે દશામાની મૂર્તિનું પૂજન-અર્ચન અને આરતી બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું. વ્રત દરમિયાન મંદિર અને આસપાસના વિસ્તારને રોશની, મંડપ અને પુષ્પસજાવટથી શણગારવામાં આવ્યો હતો. દરરોજ રાત્રે સ્થાનિક ભાઈઓ-બહેનો, બાળકો અને યુવતીઓ પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમ્યા હતા. ડીજેના તાલે ગરબાનું આયોજન કરાયું હતું. વ્રતના અંતિમ દિવસે જાગરણની રાત્રિએ મા દશામાના દરબારમાં મહાઆરતીનું આયોજન થયું હતું. ભોલેશ્વર ભાટવાસ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ મહોત્સવને સફળ બનાવવા દશામા યુવક મંડળના રાહુલ ભાટ, સુજલ ભાટ, પ્રકાશ ભાટ, કુણાલ ભાટ, ભાવેશ ભાટ, કૌશિક ભાટ, વિનોદ ભાટ, દીપક ભાટ અને પપ્પુ ભાટ સહિતના યુવાનો તથા અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો. સ્થાનિક રહીશોના સહયોગથી દસ દિવસીય આ ધાર્મિક મહોત્સવ સંપન્ન થયો. હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ જાગરણની રાત્રિએ પૂજન-અર્ચન, ભજન અને રાસ-ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દશામાની મૂર્તિઓનું વિસર્જન હાથમતી નદી પર ભોલેશ્વર કોઝવે, મહેતાપુરા કોઝવે, હાથમતી વિયર ઓવરબ્રિજ પાસે અને હાથમતી વિયર જેવી જગ્યાઓ પર કરવામાં આવ્યું હતું. તાલુકાના ઘોરવાડા અને જાંબુડી ગામની સીમમાંથી પસાર થતી હાથમતી નદીમાં પણ મૂર્તિ વિસર્જન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    પુણે-રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ:ભાજપ પર જબરદસ્તી રજીસ્ટ્રેશન કરાવવાનો આરોપ; કોંગ્રેસ નેતાનો આજે 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમ
    Next Article
    કચ્છના 17 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી:5 સપ્ટેમ્બરે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ સન્માન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment