Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાને ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરી:17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 24 સપ્તાહનો ગર્ભ, આરોપી સામે પુરાવા માટે DNA સેમ્પલ લેવાશે

    2 days ago

    ભાવનગરના મહુવા ગ્રામ્ય પોલીસ મથકે ચાલુ વર્ષે 17 વર્ષની સગીરા સાથે જાતીય શોષણનો ગુન્હો નોંધાયો હતો. આ કેસમાં પીડિતાએ તેના પિતા મારફતે ભારતીય બંધારણ અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાતની મંજૂરી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજી વખતે પીડિતા આશરે 23 અઠવાડિયા અને 4 દિવસની ગર્ભાવસ્થા ધરાવતી હતી. કોર્ટના આદેશથી સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગરના તબીબોની પેનલ દ્વારા પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ બોર્ડે અભિપ્રાય આપ્યો કે ગર્ભપાત કરાવવો તબીબી રીતે શક્ય છે અને MTP એક્ટ હેઠળ પીડિતા તથા તેના વાલીની સંમતિથી ગર્ભપાત કરી શકાય છે. પીડિતા અને તેના પિતા ગર્ભપાતની પ્રક્રિયાનું જોખમ ઉઠાવવા માટે તૈયાર હતા. તબીબી અભિપ્રાય બાદ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી હાઈકોર્ટે કોર્ટે નોંધ્યું હતું કે સગીરા પર થયેલા દુષ્કર્મ બાદ ગર્ભ ચાલુ રાખવો એ તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સ્વમાનપૂર્વક જીવવાનો અધિકાર એ માનવ અધિકાર છે. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ મહિલાને તેના શરીર પર પૂર્ણ અધિકાર છે અને દુષ્કર્મ પીડિતાને ગર્ભ ધારણ કરવા મજબૂર કરવી એ તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. હાઈકોર્ટે સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે જરૂરી તમામ તબીબી સુવિધાઓ સાથે પીડિતાનો ગર્ભપાત સત્વરે કરવાની મંજૂરી આપી છે. હોસ્પિટલના ત્રણ વરિષ્ઠ તબીબો, સાયકોલોજિસ્ટ, ફિઝિશિયન અને એનેસ્થેટિકની ટીમ બનાવીને આ પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ આપ્યો. પીડિતાએ પોતાના જોખમે ઓપરેશન કરાવવાની બાંહેધરી આપવાની રહેશે. જો બાળક જીવિત જન્મે તો હોસ્પિટલે તેને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાની રહેશે.જો પીડિતા કે તેનો પરિવાર બાળકને સ્વીકારવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ બાળકની તમામ જવાબદારી સંભાળવાની રહેશે. તપાસ અધિકારી માટે આરોપી વિરુદ્ધ પુરાવા તરીકે DNA ટેસ્ટ કરવા માટે ગર્ભના જરૂરી ટિશ્યુ વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરીને પોલીસને સોંપવાના રહેશે.FSL અધિકારીએ DNA રિપોર્ટ 08 અઠવાડિયાની અંદર રજૂ કરવાનો રહેશે. તપાસ અધિકારીને તપાસ સત્વરે પૂર્ણ કરવા અને નીચલી અદાલતને ચાર્જશીટ ફાઇલ થયાના 06 મહિનાની અંદર કેસનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના વેદાંત ત્રિવેદીએ રણજી ડેબ્યૂમાં જ સદી ફટકારી:ઉર્વિલ પટેલે 7 છગ્ગા ફટકાર્યા; ઈજામાંથી કમબેક કરી રહેલા આયુષ મ્હાત્રેને જમણી હેમસ્ટ્રિંગમાં ગંભીર ઈજા થઈ
    Next Article
    નવરાત્રિમાં 'દુર્ગા અવતાર' ધારણ કરી ગેંગસ્ટરનો ખોફ હટાવ્યો:પાંચ વિસ્તારમાં આતંક મચાવનાર મનીયા ડુક્કરને ક્રાઇમ બ્રાન્ચની લેડી સિંઘમોએ તેના જ વિસ્તારમાં ફેરવી સાન ઠેકાણે લાવી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment