Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં 'દુર્ગા અવતાર' ધારણ કરી ગેંગસ્ટરનો ખોફ હટાવ્યો:પાંચ વિસ્તારમાં આતંક મચાવનાર મનીયા ડુક્કરને ક્રાઇમ બ્રાન્ચની લેડી સિંઘમોએ તેના જ વિસ્તારમાં ફેરવી સાન ઠેકાણે લાવી દીધી

    2 days ago

    સુરતના પાંચથી વધુ અલગ-અલગ વિસ્તારોમાં ગંભીર ગુનાઓને અંજામ આપી આતંક મચાવનાર કુખ્યાત ગેંગસ્ટર સાગર સોનવણે ઉર્ફે મન્યા ડુક્કરને નવરાત્રિ પર્વ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની મહિલા અધિકારીઓએ સાક્ષાત મા દુર્ગાના દર્શન કરાવી દીધા છે. શહેરમાં પોતાની દહેશત ફેલાવનાર અને પોતાને મોટો ડોન ગણાવતા આ આરોપી સામે ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. શિલ્પા સિંધા અને પીએસઆઇ એન. ડી. મીરે કડક કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા અધિકારીઓએ આ કુખ્યાત આરોપીને તેના જ વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મહિલા પોલીસ અધિકારીઓની સખ્તાઈ જોઈને આરોપીના નામે થરથર કાપતા સામાન્ય લોકોના મનમાંથી તેનો ભય પળવારમાં દૂર થઈ ગયો હતો. રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર લાવી હથિયાર કેસમાં તપાસ તેજ કરાઈ ખૂન, ખૂનની કોશિશ, લૂંટ તેમજ ગેરકાયદેસર હથિયારો રાખવા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મન્યા ડુક્કર સામે નોંધાયેલા હથિયારના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર તેજ કર્યો છે. આ ગુનાના કામે તેને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલા પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ ગુનાના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન સૌથી મહત્વની બાબત એ રહી કે રીઢા ગુનેગાર સામે કાયદાનો ડંકો વગાડવાનું નેતૃત્વ સુરત ક્રાઇમ બ્રાન્ચની મહિલા અધિકારીઓએ બખૂબી નિભાવ્યું હતું. લિંબાયતથી સચીન સુધી આતંક, ગુજસીટોક હેઠળ નોંધાયા છે સંગીન ગુનાઓ સાગર સોનાવણે ઉર્ફે મન્યા ડુક્કર સુરત શહેરનો અતિ કુખ્યાત અને રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ લિંબાયત, સલાબતપુરા, પુણા, ખટોદરા, સચીન અને ડિંડોલી સહિતના પોલીસ મથકોમાં હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી, લૂંટ, ગેરકાયદે હથિયારો રાખવા (આર્મ્સ એક્ટ) અને સંગઠિત ગુનાખોરી નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) જેવા અત્યંત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે સુરતમાં પોતાની ગેંગ ચલાવી સાગરિતો મારફતે અવારનવાર મારામારી, ફાયરિંગ અને જબરદસ્તી ખંડણી ઉઘરાવવા જેવા ગુનાઓ આચરતો હતો. ભાજપ નેતા જય દલાલ હત્યાકાંડ અને જેલમાંથી ચાલતા નેટવર્કનો પર્દાફાશ સુરતમાં ચકચારી ભાજપ યુવા નેતા જય દલાલ હત્યાકાંડ તેમજ ગેંગસ્ટર મન્યા ડુક્કર ગેંગ સામેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા અગાઉ થઈ ચૂક્યા છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આવા રીઢા ગુનેગારો જેલની અંદરથી જ પોતાનું નેટવર્ક ઓપરેટ કરતા હોય છે. સુરતની લાજપોર જેલ કે રાજ્યની અન્ય જેલોમાંથી ગુનેગારો ફોન કે અન્ય માધ્યમો દ્વારા બહાર રહેલા સાગરિતો સાથે સંપર્કમાં રહીને હથિયારોની હેરાફેરી અને ગુનાહિત કાર્યોનું આયોજન કરતા હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરને ભયમુક્ત બનાવવા માટે અસામાજિક તત્વો સામે સતત સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. જે ગલીઓમાં મન્યા ડુક્કર લોકોને ડરાવતો હતો, તે જ શેરીઓમાં મહિલા પોલીસ અધિકારીઓની કસ્ટડીમાં તેને નીચી નજરે ચાલતો જોઈ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની આ કડક કાર્યવાહીના કારણે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને કાયદાનું શાસન વધુ મજબૂત બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    સગીરાને ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરી:17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 24 સપ્તાહનો ગર્ભ, આરોપી સામે પુરાવા માટે DNA સેમ્પલ લેવાશે
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી રોયલ હાઈટ્સ સોસાયટીના સભ્યો ગરબે ઘુમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment