Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓખા-અમદાવાદ વંદે ભારતનાં શિડયુલમાં ફેરફાર:17 ઓગસ્ટથી અમદાવાદને બદલે સાબરમતીથી ઉપડશે તથા આંબલી રોડ ખાતે નવું સ્ટોપેજ મળશે, અમદાવાદ અને સૌરાષ્ટ્રનાં હજારો મુસાફરોને મળશે લાભ

    18 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સગવડ અને વધુ સારી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રાલય દ્વારા ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી લોકપ્રિય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સંચાલન, સમયપત્રક અને રૂટમાં આંશિક સુધારા કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન નંબર 22926/22925 ઓખા–અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવે 17 ઓગષ્ટથી અમદાવાદ સ્ટેશનને બદલે સાબરમતી સ્ટેશનથી સંચાલિત કરાશે. ઉપરાંત મુસાફરોની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને માર્ગમાં આવેલા આંબલી રોડ સ્ટેશન પર આ ટ્રેનને નવું સત્તાવાર સ્ટોપેજ જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ આસપાસના વિસ્તારના હજારો દૈનિક મુસાફરોને મોટો ફાયદો થશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું કે, મુસાફરોને આધુનિક, ઝડપી અને વધુ સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળે તે માટે રેલવે તંત્ર સતત પ્રયત્નશીલ છે. સાબરમતી સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવવાથી અમદાવાદ મુખ્ય સ્ટેશન પરનું ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરો માટે આવાગમન વધુ સરળ બનશે. રેલ મંત્રાલય દ્વારા 17 ઓગષ્ટથી અમલી બનતું નવું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. નવા સમયપત્રકની વાત કરીએ તો, ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ (મંગળવાર સિવાય) ઓખા સ્ટેશનેથી સાંજે 16:45 વાગ્યે ઉપડશે. આ ટ્રેન પોતાના નિર્ધારિત માર્ગ પર આગળ વધતા રાત્રે 19:44 વાગ્યે રાજકોટ પહોંચશે અને 5 મિનિટના હોલ્ટ બાદ 19:49 વાગ્યે ત્યાંથી રવાના થશે. ત્યારબાદ નવા મંજૂર થયેલા સ્ટોપેજ આંબલી રોડ સ્ટેશન પર રાત્રે 22:40 વાગ્યે પહોંચશે અને 22:42 વાગ્યે આગળ વધશે. અંતે આ ટ્રેન રાત્રે 23:10 વાગ્યે પોતાના નવા ટર્મિનલ સાબરમતી (જેલ સાઇડ) ખાતે પહોંચીને પોતાની સફર પૂર્ણ કરશે. વળતા માર્ગ પર, ટ્રેન નંબર 22925 સાબરમતી–ઓખા વંદે ભારત એક્સપ્રેસ પણ મંગળવાર સિવાય અઠવાડિયાના છ દિવસ સાબરમતી સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન સવારે 06:23 વાગ્યે આંબલી રોડ સ્ટેશન પહોંચશે અને 06:25 વાગ્યે ત્યાંથી ઉપડશે. ત્યારબાદ સવારે 09:31 વાગ્યે રાજકોટ સ્ટેશન પર આગમન કરશે અને 09:36 વાગ્યે ઓખા તરફ રવાના થશે. આ ટ્રેન બપોરે 13:20 વાગ્યે ઓખા પહોંચશે. આ ફેરફારથી અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો અને આંબલી રોડ આસપાસના મુસાફરોને સાબરમતી કે અમદાવાદ સ્ટેશન સુધી જવાની જરૂર નહીં રહે અને તેઓ ઘરની નજીકથી જ આ પ્રીમિયમ ટ્રેનનો લાભ લઈ શકશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે આ નવા સમયપત્રક અને સ્ટેશનના ફેરફારની ખાસ નોંધ લે. ટ્રેનોના સમય, સ્ટોપેજ, ભાડું અને રેક સંરચના અંગેની સચોટ માહિતી મેળવવા માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અથવા સંબંધિત સ્ટેશનના પૂછપરછ કાઉન્ટર પર સંપર્ક કરવા રેલવે તંત્રએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી:દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, સર્વેલન્સ સ્ક્વોડના PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા'તા
    Next Article
    ચાંદીપુરાના કહેર વચ્ચે બાળકોમાં વધુ એક બીમારીનું જોખમ:મહીસાગરમાં GBS જેવા લક્ષણોના 5 શંકાસ્પદ કેસ; આરોગ્ય વિભાગે સર્વેલન્સ-મેડિકલ ચેકઅપ શરૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment