Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી:દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, સર્વેલન્સ સ્ક્વોડના PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા'તા

    18 hours ago

    અમદાવાદના દરિયાપુર મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાની કાર્યવાહી બાદ દરીયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જી.વી.ગોહિલ, સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇને રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રણેય અધિકારીઓની બેદરકારીના કારણે તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇને સોંપવામાં આવ્યો છે. 2 ઓગસ્ટે રાત્રે SMCએ રેડ પાડી હતી 2 ઓગસ્ટે મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડોમાં 187 જુગારીઓ મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. 8 ઓગસ્ટે મનપસંદ જીમખાનાને સિલ કરાયું મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કાર્યવાહી કરી હતી. અગાઉ બિનઅધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કર્યા બાદ હવે ગ્રાઉન્ડ ફ્લોર સિવાય બાકીના અન્ય બાંધકામમાં રહેણાંકના બદલે કોમર્શિયલ તરીકે વપરાશમાં લેવામાં આવતું હોવાનું સામે આવતા મનપસંદ જીમખાનાને સિલ કરાયું હતું. કોઈએ પ્રવેશ કરવો નહીં અને કોઈને પ્રવેશ કરવા દેવો નહીં તે પ્રકારના લખાણ સાથે નોટિસ પણ લગાવાઈ હતી. મંજૂર નકશા વિરુદ્ધ જીમખાનામાં બિનઅધિકૃત પ્રવૃત્તિ ચલાવતા સિટી સર્વે નંબર 3256, 3258, 3271થી 3295 તથા શીટ નં. 30માં આવેલા મનપસંદ જીમખાના સહિતની જગ્યા અગાઉ રજાચિઠ્ઠીથી મંજુર કરાવવામાં આવી હતી. જેમાં બાંધકામના રેકોર્ડમાં ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ, ફર્સ્ટ ફ્લોર રહેણાક, સેકન્ડ ફ્લોર રહેણાક તથા પાર્ટ થર્ડ ફ્લોરનું બાંધકામ દર્શાવવામાં આવ્યું હતું. જો કે મંજૂર નકશા વિરુદ્ધ જીમખાના તરીકે બિનઅધિકૃત પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. AMCએ અગાઉ પણ કાર્યવાહી કરી હતી અગાઉ પાર્ટ થર્ડ ફ્લોરમાં કરવામાં આવેલા વધારાના બિનઅધિકૃત બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ મિલકતના મંજૂર પ્લાન અને વાસ્તવિક બાંધકામ વચ્ચેના તફાવતને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ પર મંજૂર ઉપયોગ કરતાં અલગ રીતે મનપસંદ જીમખાના તરીકે વપરાશ ચાલુ હોવાનું સામે આવતા AMCની ટીમે ફરી કાર્યવાહી કરી હતી. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    ફુકેટ-દિલ્હી ફ્લાઇટ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ:એરબસની પ્રારંભિક તપાસમાં ખુલાસો; પહેલા પાયલટ નશામાં હોવાની વાત સામે આવી હતી
    Next Article
    ઓખા-અમદાવાદ વંદે ભારતનાં શિડયુલમાં ફેરફાર:17 ઓગસ્ટથી અમદાવાદને બદલે સાબરમતીથી ઉપડશે તથા આંબલી રોડ ખાતે નવું સ્ટોપેજ મળશે, અમદાવાદ અને સૌરાષ્ટ્રનાં હજારો મુસાફરોને મળશે લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment