Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરાના કહેર વચ્ચે બાળકોમાં વધુ એક બીમારીનું જોખમ:મહીસાગરમાં GBS જેવા લક્ષણોના 5 શંકાસ્પદ કેસ; આરોગ્ય વિભાગે સર્વેલન્સ-મેડિકલ ચેકઅપ શરૂ કર્યું

    20 hours ago

    મહીસાગર જિલ્લામાં GBS (ગુલિયન-બેરી સિન્ડ્રોમ) જેવા લક્ષણો ધરાવતા પાંચ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ કેસો લુણાવાડાની જયશ્રીનગર સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાંથી સામે આવ્યા છે. પાંચ બાળકમાં ઝાડા-ઉલટી, તાવ અને શરીરમાં નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગના લેબોરેટરીના રિપોર્ટ અમારી પાસે આવ્યા નથી, પરંતુ લક્ષણોથી ઓટોઇમ્યુન બીમારી હોય તેવું જણાય આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ, મેડિકલ ચેકઅપ અને સેમ્પલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પગલાં શંકાસ્પદ કેસોની પુષ્ટિ કરવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યા છે. ડૉ.સી.આર પટેલિયા આરોગ્ય અધિકારી મહીસાગરે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં ઓટોઇમ્યુન બીમારી અંગેની જાણ 6 ઓગસ્ટના રોજ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ દ્વારા જયશ્રીનગર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આદર્શ સ્કૂલ લુણાવાડા ખાતેના ઝાડા-ઊલટી તાવ અને શરીરમાં નબળાઈ ધરાવતા અંદાજીત 5 જેટલા બાળક મળી આવ્યા હતા. ઓટોઇમ્યુન બીમારી છે શું? બાળકોમાં વાયરસ કે બેક્ટેરિયાના ચેપથી શરીરની ઇમ્યુન સિસ્ટમ પ્રતિક્રિયા અસામાન્ય બની શકે છે. એવામાં એન્ટી બોડી ભૂલથી નર્વસ સિસ્ટમને અસર કરે છે, જેને ઓટોઇમ્યુન બીમારી કહેવામાં આવે છે. તેના કારણે હાથપગમાં નબળાઈ ચાલવામાં તકલીફ અથવા અન્ય ન્યુરોલોજી લક્ષણો જોવા મળે છે. મહત્વની વાત એ છે કે, આ બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતી નથી. જોકે તેનું મુખ્ય ટ્રેગર વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ જવાબદાર હોય શકે છે. બાળકમાં અચાનક નબળાઈ કે ચાલવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે તો તુરંત આરોગ્ય વિભાગ અથવા નજીકના તજજ્ઞ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા અંદાજિત 24 જેટલી શાળામાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે, તેમાં 13000 જેટલા બાળકને ચેક કર્યા છે. જેમાંથી પાંચ બાળકને લક્ષણો જોવા મળ્યા છે, બાકીની સ્કૂલોમાં આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા પીવાના પાણીના કુલ સાત જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બેક્ટોરોલોજીકલ ફિટ જાહેર થયા છે. સાથે સાથે સ્ટુલ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જે BJ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા છે. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને સઘન સર્વિલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે દરમિયાન અન્ય કોઈ શંકાસ્પદ લક્ષણોવાળું બાળક મળી આવ્યું નથી. જયશ્રીનગર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં કુલ 101 ઘર, 415 જેટલી વસ્તી અને 64 જેટલા બાળકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે, જેમાં હાલમાં કોઈ શંકાસ્પદ કેસ જોવાં મળ્યો નથી. મહીસાગર જિલ્લાના નાગરિકોની અપીલ છે કે, ઝાડા-ઉલટી, તાવ, શરીરમાં અશક્તિ, નબળાઈ અથવા અન્ય કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો નજીકના તજજ્ઞ ડોક્ટર અથવા જનરલ હોસ્પિટલ અથવા આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર 02674 253978 પર સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    ઓખા-અમદાવાદ વંદે ભારતનાં શિડયુલમાં ફેરફાર:17 ઓગસ્ટથી અમદાવાદને બદલે સાબરમતીથી ઉપડશે તથા આંબલી રોડ ખાતે નવું સ્ટોપેજ મળશે, અમદાવાદ અને સૌરાષ્ટ્રનાં હજારો મુસાફરોને મળશે લાભ
    Next Article
    ભારત સીધા રસ્તા નહીં આવ્યું તો...:પાકિસ્તાની PMએ કહ્યું-ભારત પાણી રોકશે તો જડબાતોડ જવાબ આપીશું, કાશ્મીર રાગ આલાપ્યો; ઓપરેશન સિંદૂર ભૂલી ગયું PAK!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment